તિનસુખીયા : અસમના તિનસુખીયા જિલ્લામાં બાઘજનમાં ઓઇલ ઇન્ડિયાનાં તેલના કુવામાં મંગળવારે આગ લાગી ગઇ. કુવામાં છેલ્લા 14 દિવસથી ગેસ લીક થઇ રહ્યો હતો. દુર્ઘટનામાં 2 ફાયર ફાઇટરનાં મોત થિ ચુક્યા છે. ઓઇલ ઇન્ડિયાનાં અનુસાર આગ પર સંપુર્ણ કાબુ મેળવવામાં 1 મહિનો (4 અઠવાડીયા) કરતા પણ વધારે સમય લાગી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અયોધ્યા: રામજન્મભૂમિ પરિસરમાં રહેલા અતિપૌરાણીક કુબેરેશ્વર શિવલિંગનું 28 વર્ષ બાદ પુજન

કંપનીના પ્રવક્તા ત્રિવેદી હજારિકાના અનુસાર આગ લાગ્યા બાદ ગુમ થયેલા બંન્ને ફાયર ફાઇટરનાં શબ બુધવારે સવારે મળ્યા હતા. શબ પર સળગવાનાં નિશાન નથી. તેના પરથી લાગે છે કે કર્મચારીઓ કુવામાં કુદ્યા હશે અને ડુબવાના કારણે તેમનાં મોત નિપજ્યાં હશે. અસલી કારણ પોસ્ટમોર્ટમ બાદ જ જાણી શકાશે.


વિશ્વમાં કોરોનાના સૌથી જોખમી 15 દેશોમાં ભારતનો સમાવેશ, ફરી લોકડાઉનનો ખતરો

પ્રભાવિત પરિવારોને 30 હજાર રૂપિયાી મદદ
આગ બુઝાવવા માટેના પ્રયાસો કરી રહેલ ઓએનજીસીનું એક ફાઇટર પર આગમાં દાઝી ગયો હતો. આગ એટલી ભયાનક હતી કે, તેની જ્વાળા 10 કિલોમીટર દુરથી પણ જોઇ શકાય હતી. આસપાસનાં 1.5 કિલોમીટરમાં રહેનારા 6000 લોકોને ખસેડવામાં આવ્યા અને સુરક્ષીત સ્થળો પર આશ્રીત કરવામાં આવ્યા છે. ઓઇલ ઇન્ડિયાએ દરેક પ્રભાવિતને 30 હજાર રૂપિયાની મદદ આપવાની જાહેરાત કરી છે. 
તેલ કુવામાં 27 મેથી ગેસ લીક થઇ રહ્યો હતો. 


કોરોન્ટાઇન સેન્ટરમાં કોરોના દર્દીઓનો લૂંગી ડાન્સ, સોશિયલ ડિસ્ટેંસિંગની ચિંતા નહી

ગુવાહાટીથી 500 કિલોીટર દુર સ્થિત બાઘજનમાં ઓઇલ ઇન્ડિયાનાં તેલ કુવામાં 27 મેના રોજ ગેસ લિકેજ ચાલુ થઇ ગયું હતું. ત્યારથી ત્યાં નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) તહેનાત છે. રાજ્યનાં અધિકારીઓની સ્થિતી પર નજર રાખી રહ્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube