નવી દિલ્હી : ભારત-મ્યામાર બોર્ડર પર સોનાની તસ્કરીનું મોટા કાવત્રાને નિષ્ફળ બનાવતા આસામ રાઇફલ્સે 5 વિદેશી ઘૂસણખોરોને ઝડપી લીધા છે. પકડાયેલા ચારેય યવિદેશી ઘૂસણખોરો મુળ રીતે મ્યાંમારના નાગરિક છે. તેમના કબ્જામાંથી આસામ રાઇફલ્સે 36.316 કિલો સોનું જપ્ત કર્યું છે. જપ્ત કરાયેલ સોનાની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં આશરે 11 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. અસમ રાઇફલ્સે આ પાંચેય વિદેશી ઘૂસણખોરોને સોના સહિત કસ્ટમ વિભાગનાં હવાલે કરી દીધા છે. કસ્ટમ વિભાગે આ પાંચેયની વિરુદ્ધ કેસ દાખલ કર્યા બાદ મ્યાંમાર દૂતાવાસને આ અંગે માહિતી આપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અસમ રાઇફલ્સના વરિષ્ઠ અધિકારીના અનુસાર, ભારત- મ્યાંમાર સીમા પર રહેલ ઇન્ટેલીજન્સ પાસેથી સતત ઇનપુર મળી રહ્યા હતા કે મ્યાંમારના રસ્તે મોટા પ્રમાણમાં સોનું તસ્કરીનું કાવત્રું રચવામાં આવી રહ્યું છે. આ સોનું મ્યાંમારના કેટલાક ઘૂસણખોરોના હાથે મોકલવામાં આવશે. ઇન્ટેલિજન્સ ઇનપુટના આધારે અસમ રાઇફલ્સની સેરછિપ બટાલિયને સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરી ઘૂસણખોરી માટે જાળ બિછાવી હતી. 

યોજના હેઠળ ભારત-મ્યાંમાર બોર્ડરથી ચાર કિલોમીટરનાં વર્તુળમાં અસમ રાઇફલ્સનાં જવાનોએ ઘેરાબંધી કરી લીધી હતી. અસમ રાઇફલ્સનાં વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, આ ઘેરાબંધી દરમિયાન ત્રણ બાઇક પર આવી રહેલા પાંચ યુવકોને તપાસ માટે રોકવામાં આવ્યા. તપાસ દરમિયાન તેમના કબ્જામાંથી 36 કિલો સોનું મળી આવ્યું હતું. આ પાંચેય યુવકોની ઓળખ મ્યાંમાર મુળના નાગરિકો તરીકે થઇ છે. 

કસ્ટડીમાં લેવાયેલા ચારેય મ્યાંમાર ચીન વિસ્તારના રહેવાસી છે, જ્યારે પાંચમો યુવક હરિયગ નેઅઇનો રહેવાસી છે. પાંચેય યુવકોએ ઘુસણખોરી માટે ફ્રી મૂવમેંટ જોનનો ઉપયોગ કર્યો હતો. એક સમજુતી હેઠળ બંન્ને દેશોના નાગરિકોને ઇન્ટનરેશનલ બોર્ડરથી 16 કિલોમીટરના વર્તુળમાં આવન જાવનની પરવાનગી અપાઇ છે. જેનો બિનકાયદેસર ફાયદો ઉઠાવવામાં આવે છે.