નવી દિલ્હી : અસમ રાઇફલ્સનાં ઉગ્રવાદી સંગઠન એનએસસીએન(કે) એક ઉગ્રવાદી પકડાયો છે. પકડાયેલા ઉઘ્રવાદીનું નામ યાંગહાંગ ઉર્ફે મોપા છે. 40 અસમ રાઇફલ્સ પર હુમલા પાચળ તેમનો જ હાથ હતો. આ હુમલામાં 2 જવાન શહીદ થઇ ગયા હતા. પકડાયેલો ઉગ્રવાદી પોતાની જાતને મેજર જનરલ યાંગહાંગ જણાવે છે. અસમ રાઇફલ્સે તેને નાગાલેન્ડનાં અબોઇ-મોન રોડથી પકડ્યો હતો. 


અમિત શાહ અને સીએમ ખટ્ટરનાં યોગ કાર્યક્રમમાં યોગ મેટ માટે મારામારી
અત્રે ઉલ્લેખનીય છે કે, આ વર્ષ મે મહિનામાં નાગાલેન્ડનાં મોન જિલ્લા અંતર્ગત અસમ રાઇફલ્સ 40 રેજીમેન્ટનાં જવાનો પર ઉગ્રવાદીઓએ ઘાત લગાવીને હુમલો કરી દીધો હતો. ત્યાર બાદ બંન્ને તરફથી તાબડતોબ ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ હુમલામાં અસમ રાઇફલ્સનાં 2 જવાન શહીદ થઇ ગયા હતા. 


NSG માં ભારતની એન્ટ્રી પર ફરીથી અડંગો લગાવશે ચીન, પહેલા પણ રોકતું રહ્યું છે રસ્તો
મોહાલીમાં સિદ્ધુ રાજનીતી ક્યારે છોડી રહ્યા છો? ના પોસ્ટર લાગતા ચકચાર
રિપોર્ટ્સ અનુસાર ઘટના સમયે 40 અસમ રાઇફલ્સનાં સેક્ટર સાતનાં જવાનોનો કાફલો નાગાલેન્ડનાં જંગલોથી ઘેરાયેલા મોન જિલ્લામાંથી પસાર થઇ રહ્યા હતા. તે સમયે પહેલાથી જ તૈયારી સાથે બેઠેલા એનએસસીએન અને ઉલ્ફા ઉગ્રવાદીઓએ એખ સાથે હુમલો કરી દીધો હતો.