મણિપુરમાં અસમ રાયફલના કમાન્ડિંગ ઓફિસરના કોનવોય પર હુમલો થતાં પત્ની-પુત્ર ગુમાવ્યા, 4 જવાન શહીદ
મણિપુરના ચુરાચંદપુર જિલ્લાના સિંઘાતમાં થયો હતો. આતંકવાદીઓએ અહીં આસામ રાઈફલ્સના કમાન્ડિંગ ઓફિસરના કાફલા પર હુમલો કર્યો હતો. કાફલામાં કમાન્ડિંગ ઓફિસરના પરિવારના સભ્યો અને ક્વિક કાર્યવાહી ટીમના સભ્યો હાજર હતા.
નવી દિલ્હી: મણિપુરમાં સુરક્ષાદળો પર મોટા હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. સેહકન ગામમાં સેનાના કાફલો પર હુમલો થયો છે. આ ઘટનામાં કર્નલ વિપ્લવ ત્રિપાઠી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે, જ્યારે કર્નલ વિપ્લવના ડ્રાઈવર, પત્ની અને પુત્રનું મૃત્યુ થયું છે. આ સિવાય હુમલામાં ચાર જવાનોના મોતની પણ ખબર મળી રહી છે. જાણવા મળી રહ્યું છે કે અસમ રાયફલના કમાન્ડિંગ ઓફિસરના કોનવોય પર આંતકીઓ દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે.
'કોઈ જણાવશે 1947માં કયું યુદ્ધ લડાયું હતું? પદ્મ શ્રી પાછો આપવાની માંગ પર ભડકી કંગના રનૌત
આ ઘટના વિશે જાણવા મળી રહ્યું છે કે, આ હુમલો મણિપુરના ચુરાચંદપુર જિલ્લાના સિંઘાતમાં થયો હતો. આતંકવાદીઓએ અહીં આસામ રાઈફલ્સના કમાન્ડિંગ ઓફિસરના કાફલા પર હુમલો કર્યો હતો. કાફલામાં કમાન્ડિંગ ઓફિસરના પરિવારના સભ્યો અને ક્વિક કાર્યવાહી ટીમના સભ્યો હાજર હતા. હજુ ઓપરેશન ચાલુ છે. આ હુમલા પાછળ મણિપુરની પીપલ્સ લિબરેશન આર્મીનો હાથ હોવાનું જાણવા મળી રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube