અસમમાં ભારે વરસાદ અને આંધીનો કહેર, 8 લોકોના મોત
અસમમાં ઘણી જગ્યાએ વિજળી પડવા , આંધી અને ભારે વરસાદના લીધે બે બાળકો સહિત ઓછામાં ઓછા 8 લોકોના મોત થયા છે. અસમ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના અનુસાર બુધવારથી અસમના ઘણા ભાગમાં `બોરદોઇસિલા`એ સરાબોર કરી દીધું છે.
અસમમાં ઘણી જગ્યાએ વિજળી પડવા , આંધી અને ભારે વરસાદના લીધે બે બાળકો સહિત ઓછામાં ઓછા 8 લોકોના મોત થયા છે. અસમ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના અનુસાર બુધવારથી અસમના ઘણા ભાગમાં 'બોરદોઇસિલા'એ સરાબોર કરી દીધું છે. રાજ્યમાં ગરમીની સિઝનમાં આંધી સાથે થનાર વરસાદને 'બોરદોઇસિલા' કહેવામાં આવે છે.
સરકારી બુલેટીન અનુસાર આંધી અને વરસાદના કારણે જાનહાનિ સાથે ઘણા મકાનને પણ ક્ષતિગ્રસ્ત થઇ ગયા અને ઠેર ઠેર ઝાડ પડવા અને વિજળીના થાંભલા ઉઘડી પડવાની ઘટના જોવા મળી છે. અસમ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના અનુસાર શુક્રવારે ડિબ્રૂગઢમાં પ્રચંડ આંધીના કારણે ચાર લોકોના મોત થયા છે. તેમાં 12 વર્ષની બાળકીનો પણ સમાવેશ થાય છે.
ઓથોરિટીએ કહ્યું કે બારપેટા જિલ્લામાં ગુરુવારે આંધી અને વરસાદના કારણે ત્રણ વ્યક્તિઓના મોત થયા, જ્યારે ગોલપારા જિલ્લામાં 15 વર્ષની એક કિશોરીએ જીવ ગુમાવ્યો છે. વરસાદથી ગત બે દિવસમાં ઓછામાં ઓછા 7,378 મકાન તથા અન્ય માળખા ક્ષતિગ્રસ્ત થયા છે.
હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 17 એપ્રિલ સુધી પૂર્વોત્તરના અરૂણાચલ પ્રદેશ અને અસમ-મેઘાલયથી ભારે વરસાદ થઇ શકે છે. હવામાન વિભાગે એ પણ જણાવ્યું કે 17 એપ્રિલના રોજ નાગાલેંડ-મણિપુર-મિઝોરમ-ત્રિપુરામાં પણ વરસાદ થવાની સંભાવના છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube