NRCના મુદ્દા પર મમતા બેનર્જીથી અસહમત આસામ ટીએમસી અધ્યક્ષે છોડ્યું પદ
ઉલ્લેખનીય છે કે મમતા બેનર્જીએ કહ્યું હતું કે, આસામમાંથી બંગાળીઓને બહાર કાઢવા માટે એનઆરસી લાગૂ કરવામાં આવી રહ્યું છે.
ગુવાહાટીઃ રાષ્ટ્રીય નાગરિક રજીસ્ટર (એનઆરસી)ના મુદ્દા પર વિવાદ બાદ હવે રાજકીય ઉઠક-બેઠક શરૂ થઈ ગઈ છે. તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)ના મુખિયા મમતા બેનર્જીના નિવેદનથી અસહમત થઈને આસામ રાજ્યમાં ટીએમસી અધ્યક્ષ દ્વિપેન પાઠકે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. દ્વિપેનનું કહેવું છે કે, તે નિવેદનથી તણાવ પેદા થશે અને દોષનો ટોપલો મારા માથે ફોડવામાં આવશે તેથી હું પદ છોડી રહ્યો છું.
ઉલ્લેખનીય છે કે મમતા બેનર્જીએ કહ્યું હતું કે, આસામમાંથી બંગાળીઓને બહાર કાઢવા માટે એનઆરસી લાગૂ કરવામાં આવી રહ્યું છે. આ નિવેદનથી અસહમતિ વ્યક્ત કરતા દ્વિપેન પાઠકે કહ્યું, મમતા બેનર્જીએ કહ્યું કે આસામમાંથી બંગાળીઓને બહાર કાઢવા માટે એનઆરસી લાગૂ કરવામાં આવી રહ્યો છે. હું તેમના નિવેદનથી સહમત નથી. તેનાથી અહીં તણાવ પેદા થશે અને ટીએમસી ચીફ (આસામ) હોવાને નામે મને દોષી ઠએરવવામાં આવશે તેથી હું મારૂ પદ છોડી રહ્યો છું.
આ પહેલા ગુરૂવારે જ NRCનો વિરોધ કરી રહેલા ટીએમસીના 6 સાંસદો અને બે ધારાસભ્યોની આસામ સિલચર એરપોર્ટ પર અટકાયત કરવામાં આવી. અટકાયત કર્યા બાદ તૃણમૂલ નેતાઓનું કહેવું હતું કે તે એરપોર્ટ છોડીને જશે નહીં. બીજીતરફ કહેવામાં આવી રહ્યું છે કે, આ નેતાઓને પરત મોકલી દેવામાં આવશે. ટીએમસી નેતાઓનો આરોપ છે તે શાંતિપૂર્ણ પ્રદર્શન કરવા ઇચ્છતા હતા પરંતુ તેમને બળજબરીથી કસ્ટડીમાં લેવામાં આવ્યા.
ટીએમસીના વરિષ્ઠ નેતાઓએ આસામ સરકારના આ પગલાની ટિક્કા કરી છે. તૃણમૂલ કોંગ્રેસ નેતા ડેરેક ઓ બ્રાયને આરોપ લગાવ્યો કે, સિલચર એરપોર્ટ પર તેમના નેતાઓ સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો. તેમણે કહ્યું, અટકાયત કહેતા તમામ લોકો જન પ્રતિનિધિ છે. તૃણમૂલ નેતાઓએ કાયદાનો ભંગ કર્યો નથી. લોકોને મળવું તેમને જનતાંત્રિક અધિકાર છે.