ગુવાહાટી: પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણી (Assembly Election 2021) ના પરીણામ સામે આવવા લાગ્યા છે. અસમ (Assam) માં શરૂઆતી ટ્રેંડમાં ભાજપ (BJP) બઢત બનાવતી જોવા મળી રહી છે. ટ્રેંડમાં ભાજપ 12 સીટો પર આગળ ચાલી રહી છે જ્યારે કોંગ્રેસ (Congress) 10 પર બઢત બનાવતી જોવા મળી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમને જણાવી દઇએ કે એક્ઝિટ પોલમાં પણ ભાજપના પુન: સત્તામાં આવવાના દાવા કરવામાં આવ્યા છે. અસમમાં ત્રણ તબક્કામાં ચૂંટણી યોજાઇ હતી. રાજ્યમાં 126 વિધાનસભા સીટો છે અને ભાજપે સત્તાની બાગડોર પોતાના હાથમાં રાખવા માટે પુરી તાકાત લગાવી દીધી હતી. તેની સામે ઘણી પાર્ટીએ પડકાર ફેંક્યો છે, જેમાં કોંગ્રેસ પણ સામેલ છે.

West Bengal Assembly Election Result: જે બેઠક પર બંગાળ જ નહીં સમગ્ર દેશની નજર છે ત્યાં કોનું પલડું ભારે તે ખાસ જાણો 


અંતિમ તબક્કામાં થયું હતું વધુ મતદાન
ચૂંટણી પંચના અનુસાર રાજ્યમાં ત્રણ તબક્કામાં ચૂંટણીમાં કુલ 82.04 ટકા મતદાન નોંધાયું હતું. અંતિમ તબક્કામાં સૌથી વધુ 85.20 ટકા મતદાન થયું હતું. એક એપ્રિલના રોજ બીજા તબક્કામાં 80.96 જ્યારે પહેલાં પ્રથમ તબક્કામાં 79.33 ટકા મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ભાજપ શરૂઆતથીજ અ કહેતી આવી છે કે તે રાજ્યની સત્તામાં વાપસી કરી રહી છે. 


2016 માં આવી હતી સ્થિતિ
તમને જણાવી દઇએ કે ભાજપ પણ બે સહયોગી પક્ષો સાથે ચૂંટણીમાં ઉતરી હતી. અસમમાં હાલ ભાજપની સરકાર છે. ગતવખતે પણ વર્ષ 2016માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 126 માંથી 86 સીટો મળી હતી. કોંગ્રેસના ખાતામાં 26 ટકા સીટો આવી હતી. આ ઉપરાંત AIUDF ને 13, એજીપીને 14, બીપીએફને 12 અને અન્યના ખાતામાં એક સીટ આવી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube