નવી દિલ્હીઃ ધોલપુર પેલેસની આજુબાજુની 567 ચોરસ જમીનને રાષ્ટ્રીય ધોરીમાર્ગ સત્તામંડળ (NHAI)ને વેચવાના કેસમાં સુપ્રીમ કોર્ટે રાજસ્થાનના મુખ્યમંત્રી વસુંધરા રાજે સિંધિયા અને તેમના પુત્ર દુષ્યંત સિંહ સિંધિયાને નોટિસ ફટકારીને જવાબ માગ્યો છે. મુખ્ય ન્યાયાધિશ રંજન ગોગોઈની ઈધ્યક્ષતાવાળી બેન્ચે વકીલ શ્રીજના શ્રેષ્ઠાની અરજી પર આ નોટિસ ફટકારી છે. અરજીમાં દિલ્હી હાઈકોર્ટના 8 ઓગસ્ટના આદેશને પડકારમાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

8 ઓગસ્ટના રોજ દિલ્હી હાઈકોર્ટે વસુંધરા રાજે અને તેમના પુત્ર ાસમે કેસ દાખળ કરવા અને કેસની તપાસ સીબીઆઈ પાસે કરાવવાની માગણી કરતી અરજીને ફગાવી દીધી હતી. 


વિધાનસભા ચૂંટણી 2018 : મધ્ય પ્રદેશ, તેલંગાણા અને મિઝારમમાં ભાજપના ઉમેદવાર જાહેર


અરજીકર્તાએ એવું પણ જણાવ્યું છે કે, સીબીઆઈએ ખોટી રીતે તેમની ફરિયાદપર સંજ્ઞાન લેવાનો ઈનકાર કરી દીધો હતો. ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ 1988ની કલમ-19માં મંજુરીની કોઈ જોગવાઈ નથી. 



આટલું જ નહીં જનસેવક દ્વારા કરવામાં આવેલા અપરાધ પર સંજ્ઞાન લેવા માટે અદાલતને વિશેષ સત્તા મળેલી છે. આરોપીઓએ ખોટી રીતે સરકારી એજન્સી પાસે જમીન પોતાની બતાવીને વળતર માગ્યું હતું અને એજન્સીએ તેમના દાવાને સ્વીકારીને દુષ્યંતને રૂ.2 કરોડ ચૂકવ્યા છે. 


તેમણે જણાવ્યું કે, આરોપીઓએ પોતાના પદનો દુરૂપયોગ કરીને ષડયંત્ર દ્વારા કર્યું છે અને સરકારને નુકસાન પહોંચાડ્યું છે. આથી તેમની સામે એફઆઈઆર દાખલ કરીને સીબીઆઈ દ્વારા તપાસનો આદેશ આપવામાં આવે.