Kerala Election: પીએમ મોદીએ પી વિજયનને ગણાવ્યા દગાબાજ, જૂડસ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) કેરળ વિધાનસભા ચૂંટણી અંતર્ગત આજે પલક્કડ પહોંચ્યા અને અહીં એક જનસભા સંબોધી. પીએમ મોદીએ આ જનસભા મેટ્રોમેન ઈ શ્રીદરનના સમર્થનમાં કરી, જેમને પલક્કડથી જ ભાજપે ઉમેદવાર બનાવ્યા છે.
પલક્કડ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) કેરળ વિધાનસભા ચૂંટણી અંતર્ગત આજે પલક્કડ પહોંચ્યા અને અહીં એક જનસભા સંબોધી. પીએમ મોદીએ આ જનસભા મેટ્રોમેન ઈ શ્રીદરનના સમર્થનમાં કરી, જેમને પલક્કડથી જ ભાજપે ઉમેદવાર બનાવ્યા છે. પીએમ મોદીએ જનસભા દરમિયાન LDF અને UDF ને ખુબ ઘેર્યા અને ખુલ્લી ચેતવણી આપતા કહ્યું કે જો અમારી સંસ્કૃતિને ગાળ આપી તો અમે ચૂપ નહીં રહીએ. તેમણે ભાજપના પ્રદેશ શાખાના અધ્યક્ષ સુરેન્દ્રનની ધરપકડ ઉપર પણ સવાલ ઉઠાવ્યા. આ દરમિયાન પીએમ મોદીએ ઈસા મસીહાનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે જૂડસે લોર્ડ ક્રાઈસ્ટને ચાંદીના કેટલાક ટુકડા માટે દગો કર્યો હતો. હવે પિનરઈ વિજયન અને એલડીએફ પણ કેરળને સોનાના કેટલાક ટુકડા માટે દગો આપી રહ્યા છે.
PM મોદીના ભાષણની ખાસ વાતો...
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube