Assembly Election News: લોકસભાની ચૂંટણી પહેલાં દેશમાં વિવિધ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીઓ યોજાનાર છે. દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીઓની તમામ તૈયારીઓને પુરી કરી દેવાઈ છે. આજે ચૂંટણીપંચ પાંચેય રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓના મતદાનની તારીખો જાહેર કરશે. ચૂંટણી પંચ આજે (સોમવારે) બપોરે મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, તેલંગાણા અને મિઝોરમ માટે ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરશે. આ રાજ્યોમાં ચૂંટણીની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચૂંટણી પંચે આ 5 રાજ્યોમાં ચૂંટણી માટે બ્લુ પ્રિન્ટ તૈયાર કરી લીધી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર છત્તીસગઢમાં 2 તબક્કામાં અને એમપી, મિઝોરમ, રાજસ્થાન અને તેલંગાણામાં 1-1 તબક્કામાં મતદાન થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર નવેમ્બર અને ડિસેમ્બરમાં 5 રાજ્યોમાં અલગ-અલગ તબક્કામાં મતદાન થશે. પાંચ રાજ્યોમાં 1 થી 2 તબક્કામાં મતદાન થઈ શકે છે.


વર્ષ 2024ની લોકસભાની ચૂંટણી પહેલાં દેશના પાંચ રાજ્યોમાં યોજાવા જઈ રહી છે વિધાનસભાની ચૂંટણીઓ. રાજકીય પંડિતોની માનીએ તો આ પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીઓ લોકસભાની ચૂંટણી પહેલાં દરેક રાજકીય પક્ષોની અગ્નિ પરિક્ષા સાબિત થશે. કોણ કેટલાં પાણીમાં છે તેનો અંદાજો આ પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓના પરિણામો બતાવી દેશે.