Bengal Election: બાંકુરામાં PM મોદીની રેલી, કહ્યું- ભાજપ સ્કીમ અને TMC સ્કેમ પર ચાલે છે
તુષ્ટિકરણ અને વોટબેંકની રાજનીતિએ તમને શું બનાવી દીધા છે. તમે તમારો અસલી ચહેરો 10 વર્ષ પહેલા દેખાડી દીધો હોત તો બંગાળમાં ક્યારેય તમારી સરકાર ન બનત. આ હિંસા, આ અત્યાચાર, આ પજવણી કરવી હતી તો માં-માટી-માનુષની વાત કેમ કરી તમે.
બાંકુરાઃ પશ્ચિમ બંગાળમાં યોજાઈ રહેલી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) એ રવિવારે પશ્ચિમ બંગાળના બાંકુરામાં જનસભાને સંબોધિત કરી હતી. પ્રધાનમંત્રીએ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર નિશાન સાધ્યુ છે. તેમણે કહ્યું, 'લોકોને ડરાવવા સિવાય દીદીએ કંઈ કર્યું નથી.' પીએમ મોદીએ કહ્યુ, દીદી જો તમે ઈચ્છો તો તમારો પગ મારા માથા પર રાખી શકો છો, મને લાત મારી શકો છો. પરંતુ દીદી મારી બીજીવાત પણ સાંભળી લો, હું તમને બંગાળના વિકાસને લાત મારવા નહીં દઉં. હું તમને બંગાળના સપનાને લાત મારવા નહીં દઉં.
ભાજપ સ્કીમ અને ટીએમસી સ્કેમ ચલાવે છેઃ PM
તુષ્ટિકરણ અને વોટબેંકની રાજનીતિએ તમને શું બનાવી દીધા છે. તમે તમારો અસલી ચહેરો 10 વર્ષ પહેલા દેખાડી દીધો હોત તો બંગાળમાં ક્યારેય તમારી સરકાર ન બનત. આ હિંસા, આ અત્યાચાર, આ પજવણી કરવી હતી તો માં-માટી-માનુષની વાત કેમ કરી તમે. બંગાળમાં તમને ભ્રષ્ટાચાર મુક્ત વ્યવસ્થાઓ મળે, તે માટે ભાજપ સરકાર જરૂરી છે. બંગાળમાં વિકાસને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવા માટે ભાજપ સરકાર જરૂરી છે. તમારી કોલેજ, યુનિવર્સિટીમાં આધુનિકતા વધે, તે માટે ભાજપ સરકાર જરૂરી છે. તમારે ડબલ એન્જિનની સરકારના રસ્તા પર આવનાર દરેક વિક્ષેપને દૂર કરીને ચાલવાનું છે. ભાજપ- સ્કીમ પર ચાલે છે. TMC- સ્કેમ પર ચાલે છે.
આ પણ વાંચોઃ 'ભારત માતા કી જય, જય શ્રી રામ' નારા લગાવી ભાજપમાં સામેલ થયા શુભેંદુના પિતા શિશિર અધિકારી
સવાલ પૂછવા પર દીદી ગુસ્સો કરે છેઃ પીએમ મોદી
બાંકુરામાં પીએમ મોદીએ કહ્યું કે, દીદી અને તેમની સરકારે 10 વર્ષ દરમિયાન પશ્ચિમ બંગાળમાં શું રમત રમી, આ ક્ષેત્ર તેનું પ્રત્યક્ષ પ્રમાણ છે. સ્વર્ગીય અજીત મૂર્મૂ જેવા અમારા અનેક આદિવાસી સાથી ટીએમસીની રમતના કારણે શહીદ થઈ ગયા. હું જેટલા દીદીને તમારા સવાલ પૂછુ છું, તે એટલા ગુસ્સે થઈ જાય છે. હવે તો તે કહી રહ્યાં છે કે તેમને મારો ચહેરો પસંદ નથી. અરે દીદી, લોકતંત્રમાં ચહેરો નહીં, જનતાની સેવા, જનતા માટે કરવામાં આવેલા કામ કસોટી પર હોય છે.
આ પણ વાંચોઃ લોકસભા સ્પીકર ઓમ બિરલા Corona થી સંક્રમિત, દિલ્હી AIIMS કોવિડ સેન્ટરમાં દાખલ
રેલીમાં મોટી સંખ્યામાં લોકો રહ્યા હાજર
રેલીમાં જબરદસ્ત ઉત્સાહ અને ભીડ જોયા બાદ પીએમ મોદીએ બધાનો આભાર માન્યો અને કહ્યું, મને લાગે છે કે તમે લોકોએ ક્રિકેટ મેદાનથી સ્પર્ધા કરવાનું નક્કી કર્યું છે. માતાઓ-બહેનોને પ્રણામ કરુ છું. બાંકુરાની ધરતી ને હું વંદન કરુ છું. બાંકુરાના લોકોની પ્રશંસા કરીશ કે દીદીના દબાવ છતાં પણ ચૂંટણીના દિવસે ચુપચાપ તમે ભાજપને મત આપ્યો અને જીતાડ્યું. બંગાળે નક્કી કરી લીધું છે કે 2 મઈ, દીદી ગઈ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube