નવી દિલ્હી : 2014ની લોકસભા ચૂંટણી બાદ જે રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાઇ છે, તેમાં મોટે ભાગે રાજ્યમાં સત્તા વિરોધી લહેર જોવા મળી છે. છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો પરાજય અને મિજોરમમાં કોંગ્રેસનાં પરાજયનો આ પરિણામ છે. જ્યારે તેલંગાણામાં કેસીઆર પોતાની સત્તા બચાવી રાખવામાં સફળ રહ્યા છે. મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં છેલ્લા 15 વર્ષથી ભાજપ સત્તામાં હતી. જ્યારે રાજસ્થાનમાં વસુંધરા રાજેનાં નેતૃત્વમાં 2013માં ભાજપે સરકા બનાવી હતી. જો કે પાંચ વર્ષ બાદ ફરી એકવાર હારની શક્યતાઓ જોવાઇ રહી છે. આ પ્રકારે ભાજપ શાસિત ત્રણ રાજ્યોમાં સત્તા વિરોધી લહેરનો સામનો કરવો પડી રહ્યા છે અને આ રાજ્યોમાં કોંગ્રેસ સત્તામાં આવી રહી હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2014માં સત્તા વિરોધી લહેર ચાલુ થઇ
અત્રે ઉલ્લેખનીય છે કે, ગત્ત લોકસભા ચૂંટણીમાં મનમોહન સિંહનાં નેૃત્વવાળી કોંગ્રેસ સરકાર વિરુદ્ધ ભારે સત્તાવિરોધ લહેર જોવા મળી હતી. જે 2જી સ્પેક્ટ્રમ, કોલકા બ્લોક ફાળવણી અને રાષ્ટ્રમંડળ રમતોમાં થયેલા ભ્રષ્ટાચાર મુદ્દે લોકોએ મનમોહન સિંહની વિરુદ્ધ મતદાન કર્યું અને નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં ભાજપને સ્પષ્ટ બહુમતી આપીને દેશમાં સત્તા સોંપી હતી. 

લોકસભા ચૂંટણી બાદ પહેલી વિધાનસભા ચૂંટણી દિલ્હીમાં યોજાઇ હતી. રાજ્યની 70 વિધાનસભા સીટોમાંથી આમ આદમી પાર્ટીને 67 સીટો મળી. દિલ્હીનો જનાદેશ ભાજપ અને કોંગ્રેસ બંન્નેના વિરોધમાં ચાલી રહ્યો છે. કોંગ્રેસ દિલ્હી ચૂંટણીમાં ખાતુ પણ નહોતુ ખોલાવી શકી. 

દેશનાં જે રાજ્યોમાં સત્તારૂઢ દળની વિરુદ્ધ જનાદેશ ગયો તેમાં મોટા ભાગના રાજ્યોમાં કોંગ્રેસ સત્તા પર હતી. એવામાં અનેક રાજ્યોમાં ગ્રેંડ ઓલ્ડ પાર્ટીને સત્તો વિરોધી લહેરનનો સામનો કરવો પડ્યો હતો. જેના કારણે કોંગ્રેસને અનેક રાજ્યોમાં પોતાની સત્તા ગુમાવવી પડી હતી. હવે ભાજપને પણ એવી જ સત્તા વિરોધી લહેરનો સામનો કરવો પડી રહ્યો છે.