નવી દિલ્હીઃ ભાજપનો વિજયરથ 2018ની વિધાનસભા ચૂંટણીમાં થોભી ગયો છે. પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે ભાજપ પાસેથી છત્તીસગઢ અને રાજસ્થાન છીનવી લીધું છે. આ ટ્રેન્ડમાં તેવી પણ સંભાવના છે કે, મધ્યપ્રદેશ પણ ભાજપના હાથમાંથી જઈ શકે છે. 2014મા નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ કોંગ્રેસ સામે સીધી લડાઈમાં પાર્ટીએ પ્રથમવાર કોઈપણ રાજ્યની સત્તા મુખ્ય વિપક્ષી પાર્ટીના હાથે ગુમાવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પરંતુ પંજાબ અને કર્ણાટકમાં ભાજપે હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ પંજાબમાં ભાજપ એનડીએનો ભાગ હતુ અને ત્યાં તે મુખ્ય ચહેરો નહતું. બીજીતરફ કર્ણાટકમાં કોંગ્રેસ જ સત્તામાં હતા. 


રમણ સિંહે સ્વીકારી હારની નૈતિક જવાબદારી, CM પદેથી આપ્યું રાજીનામું

નોંધનીય છે કે કોંગ્રેસ મુક્ત ભારતનો નારો આપનાર મોદી અને પાર્ટી અધ્યક્ષ અમિત શાહની આ વિજયી જોડીએ આ ચાડા ચાર વર્ષમાં કોંગ્રેસને એક બાદ એક રાજ્યોમાંથી બહાર કાઢતી આવી છે. પરંતુ હવે આ વિજય ક્રમ થોભી ગયો છે. 


કોંગ્રેસમાં સંજીવની ફૂંકવાના પ્રયત્નમાં લાગેલા પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધી માટે લોકસભાની ચૂંટણી પહેલા આ મોટી જીત છે. આ સંયોગ છે કે રાહુલ ગાંધીએ કોંગ્રેસ અધ્યક્ષ પદ સંભાળ્યાના એક વર્ષ બાદ આ જીત મળી છે. રાહુલ ગાંધીએ આજના દિવસે 11 ડિસેમ્બર 2017ના પાર્ટીના અધ્યક્ષ બન્યા હતા. 


છત્તીસગઢઃ જાણો રમણસિંહની સરકારની હારના પાંચ સૌથી મોટા કારણ 


ભાજપ છીનવ્યા રાજસ્થાન મધ્યપ્રદેશ અને છત્તીસગઢઃ છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં ભાજપ છેલ્લા 15 વર્ષથી સત્તામાં છે. તો રાજસ્થાનમાં પણ વસુંધરા રાજેના નેતૃત્વમાં ભાજપે સરકાર ગુમાવી છે. 


આ હારની સાથે દેશની રાજનીતિક નક્શામાં ભગવો રંગ છોડો ઓછો થયો છે. જાણો હવે ક્યા-ક્યા રાજ્યોમાં ભાજપ-એનડીએની સરકાર છે. 


1- ત્રિપુરા
2- ઉત્તર પ્રદેશ
3- ઉત્તરાખંડ
4- હિમાચલ
5- ગોવા
6- મણિપુર
7- હરિયાણા
8-ગુજરાત
9- ઝારખંડ
10- મહારાષ્ટ્ર
11- આસામ
12- અરૂણાચલ પ્રદેશ


એનડી ગઠબંધનની સરકારો
1- બિહાર
2- સિક્કિમ