UP, ઉત્તરાખંડમાં ભલે ભાજપને મળી રહ્યો છે બહુમત, પણ આ મોટું નુકસાન થયુ!
પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીની તસવીર ઘણી સ્પષ્ટ થઈ ગઈ છે. જે રીતે એક્ઝિટ પોલમાં અંદાજો લગાવવામાં આવ્યો હતો તેમ યુપીમાં ભાજપ સત્તા તરફ આગેકૂચ કરતો જોવા મળે છે. ટ્રેન્ડમાં ભાજપને સ્પષ્ટ બહુમત મળતો જોવા મળ્યો છે. જ્યારે ઉત્તરાખંડમાં પણ ભાજપનો ડંકો વાગ્યો છે.
નવી દિલ્હી: પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીની તસવીર ઘણી સ્પષ્ટ થઈ ગઈ છે. જે રીતે એક્ઝિટ પોલમાં અંદાજો લગાવવામાં આવ્યો હતો તેમ યુપીમાં ભાજપ સત્તા તરફ આગેકૂચ કરતો જોવા મળે છે. ટ્રેન્ડમાં ભાજપને સ્પષ્ટ બહુમત મળતો જોવા મળ્યો છે. જ્યારે ઉત્તરાખંડમાં પણ ભાજપનો ડંકો વાગ્યો છે. અહીં પાર્ટી 44 બેઠકો પર આગળ છે. સમાજવાદી પાર્ટી પ્રમુખ અખિલેશયાદવથી લઈને કોંગ્રેસના પ્રિયંકા ગાંધી સુધીના નેતાઓને જાણે જનતાએ નકાર્યા છે. જો કે આમ છતાં ભાજપ માટે કેટલીક ચિંતાઓ ઉડીને આંખે વળગે તેવી છે.
ભાજપના ખાતામાં આટલી ઓછી બેઠકો
ટ્રેન્ડ મુજબ યુપીમાં ભાજપ એકલા હાથે 252 બેઠકો પર આગળ છે. જો ગઠબંધનની વાત કરીએ તો આ આંકડો 270 સુધી પણ પહોંચે છે. પાર્ટીનું આ પ્રદર્શન તેને સત્તામાં લાવવા માટે પૂરતું છે. પરંતુ ગત વખતની સરખામણીમાં ભાજપને આ વખતે કેટલીક બેઠકોનું નુકસાન ઉઠાવવું પડ્યું છે. 2017માં ભાજપે યુપીમાં જેટલી બેઠકો જીતી હતી તે જોઈએ તો આ વખતે તેને 60 બેઠકો ઓછી મળતી જણાય છે. એ જ રીતે ઉત્તરાખંડમાં પણ પાર્ટીને લગભગ 13 બેઠકોનું નુકસાન થતું જોવા મળી રહ્યું છે.
UP Election 2022: યોગી આદિત્યનાથે બનાવ્યો જબરદસ્ત રેકોર્ડ, કોઈ CM નથી કરી શક્યા આ કામ!
અખિલેશ માટે આ છે ખુશીનું કારણ
સમાજવાદી પાર્ટીને ભલે આશા પ્રમાણે પરિણામ ન મળતા હોય પરંતુ પાર્ટી પ્રમુખ અખિલેશ યાદવ માટે સંતોષની વાત એ છે કે તેમનું સમર્થન કરનારાઓની સંખ્યા વધી છે. ગત ચૂંટણીમાં સપાને જેટલી બેઠકો મળી હતી તેના કરતા આ વખતે વધુ બેઠકો મળતી દેખાય છે. ટ્રેન્ડમાં સપા એકલા હાથે 119 બેઠકો જીતી રહી છે. આ આંકડો ગત કરતા 73 વધુ છે. બીજા શબ્દોમાં કહીએ તો 2017થી લઈને અત્યાર સુધી અખિલેશ યાદવે જે પ્રયત્નો કર્યા તેનો ફાયદો જરૂર મળ્યો છે.
ઉત્તરાખંડ: 'રોટીવાળો' ફોર્મ્યુલા ફેલ થઈ ગયો, ભાજપની ઐતિહાસિક જીત તરફ આગેકૂચ, આપનું સૂરસૂરિયું
કોંગ્રેસની સ્થિતિ બદતર
કોંગ્રેસની વાત કરીએ તો પાર્ટીએ આ વખતે પણ ચૂંટણીમાં ભારે નુકસાન વેઠવું પડ્યું છે. 2017માં કોંગ્રેસને 7 બેઠકો મળી હતી. ટ્રેન્ડમાં આ આંકડો 4 પર સમેટાયેલો જોવા મળી રહ્યો છે. એટલે કે પાર્ટીને 3 બેઠકનું નુકસાન થઈ રહ્યું છે. કોંગ્રેસે યુપીમાં આ વખતે પ્રિયંકા ગાંધીને ચહેરો બનાવ્યા હતા. તેમની રેલીઓમાં જે પ્રકારે ભીડ ઉમટી રહી હતી તે જોઈને લાગતું હતું કે દમ તોડતી કોંગ્રેસ માટે સંજીવની બની શકે છે પરંતુ એવું જોવા મળ્યું નહીં.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube