Assembly Elections 2021: 5 રાજ્યોના વિધાનસભા ચૂંટણી કાર્યક્રમને અંતિમ રૂપ આપશે ચૂંટણી પંચ, બુધવારે બોલાવી બેઠક
દેશના પાંચ રાજ્યોમાં આગામી સમયમાં ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી કાર્યક્રમની અંતિમ રૂપરેખા તૈયાર કરવા માટે ચૂંટણી પંચે બુધવારે બેઠક બોલાવી છે.
નવી દિલ્હીઃ પાંચ રાજ્યો (પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, અસમ, પુડુચેરી, અને કેરલ) માં યોજાનાર વિધાનસભા ચૂંટણી (Assembly Elections 2021) ની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. ચૂંટણી પંચે (Election Commission) 24 ફેબ્રુઆરી એટલે કે બુધવારે સવારે 11 કલાકે બેઠક બોલાવી છે. તેમાં પાંચ રાજ્યોમાં યોજાનાર વિધાનસભા ચૂંટણી કાર્યક્રમને અંતિમ રૂપ આપવામાં આવશે.
ચૂંટણી પંચે ચાર રાજ્યો પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, અસમ, કેરલ અને એક કેન્દ્ર શાસિત પ્રદેશ પુડુચેરીમાં વિધાનસભાચૂંટણીની તૈયારીનું માળખુ તૈયાર કરી લીધું છે. આયોગે બુધવારે સવારે બેઠક બોલાવી છે. જાણવા મળી રહ્યું છે કે આ બેઠકમાં પાંચ રાજ્યોના ચૂંટણી કાર્યક્રમને અંતિમ રૂપ આપવામાં આવશે. ત્યારબાદ ચૂંટણી પંચ જલદી ચૂંટણી તારીખોની જાહેરાત કરી દેશે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube