નવી દિલ્હીઃ પાંચ રાજ્યોમાં યોજાનારી આગામી વિધાનસભા ચૂંટણીને લઈને ચૂંટણી પંચ તૈયારીઓ કરી રહ્યું છે. ચૂંટણીની તારીખો અને તબક્કાને લઈને પંચ ગમે ત્યારે જાહેરાત કરી શકે છે. સૂત્રો પ્રમાણે ઉત્તર પ્રદેશમાં પાંચથી સાત તબક્કામાં મતદાન થઈ શકે છે. તો પંજાબમાં એકથી બે તબક્કામાં ચૂંટણીની રૂપરેખા તૈયાર કરવામાં આવી રહી છે. મણિપુરમાં એકથી બે તબક્કા અને ગોવા તથા ઉત્તરાખંડમાં એક-એક તબક્કામાં મતદાન કરાવવામાં આવી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમની સુરક્ષામાં ચુક પર ચૂંટણી પંચે વ્યક્ત કરી ચિંતા
ચૂંટણી પંચના સૂત્રો પ્રમાણે પાંચ રાજ્યોએ કાયદો વ્યવસ્થા પર ગૃહ સચિવે ચૂંટણી પંચને રિપોર્ટ સોંપ્યો છે. તે પણ માનવામાં આવી રહ્યું છે કે પંજાબમાં પ્રધાનમંત્રીની સુરક્ષામાં ચુક બાદ ગૃહ સચિવે પંજાબની કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર વિસ્તારથી જાણકારી આપી છે. ચૂંટણી પહેલા પ્રધાનમંત્રીની સુરક્ષામાં ચુકની ઘટના ચૂંટણી પંચ માટે ક્યાંકને ક્યાંક ચિંતાની વાત છે. 


આ પણ વાંચોઃ Corona: કંટ્રોલ રૂમ બનાવીને દર્દીની મદદ કરો, કેન્દ્રએ રાજ્યોને લખ્યો પત્ર


ચૂંટણી રાજ્યોમાં કોરોનાની સ્થિતિ પર રિપોર્ટ માંગ્યો
આ સિવાય ચૂંટણી પંચે કોરોનાના મુદ્દા પર કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ, આઈસીએમઆરના બલરામ ભાર્ગવ અને એમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયા પાસે પણ 5 ચૂંટણી રાજ્યોમાં કોરોનાની સ્થિતિ, સુરક્ષા પ્રોટોકોલ અને 5 રાજ્યમાં વધુમાં વધુ લોકોને પ્રથમ અને બીજો રસીનો ડોઝ આપવાનું નક્કી કરવા માટે પણ રિપોર્ટ લીધો છે. 


ચૂંટણી પંચે રસીકરણની ઝડપ વધારવા કહ્યું
ચૂંટણી પંચે સ્વાસ્થ્ય મંત્રાલયને જલદીથી જલદી વધુમાં વધુ લોકોને પ્રથમ અને રસીનો બીજો ડોઝ ઉપલબ્ધ કરાવવાનું કહ્યું છે. ચૂંટણી પંચ પાંચ રાજ્યોમાં મતદાનની તારીખોને અંતિમ રૂપ આપવામાં લાગી ગયું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube