AAP ને રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો અપાવનારા ગુજરાતને ભૂલી ગયા કેજરીવાલ? જાણો કેમ થઈ રહી છે ચર્ચા
ગયા વર્ષે 2022માં ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી થઈ હતી અને ત્યારે ભાજપની લહેર વચ્ચે પણ આમ આદમી પાર્ટીએ સારું એવું પ્રદર્શન કરીને રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો હાંસલ કર્યો હતો. પાર્ટીએ 14 ટકા (40 લાખથી વધુ મત) મતો સાથે રાષ્ટ્રીય પાર્ટી બની હતી. તે સમયે એવું પણ માનવામાં આવી રહ્યું હતું કે હવે પાર્ટી અને અરવિંદ કેજરીવાલ દિલ્હી, પંજાબ બાદ ગુજરાત પર વધુ ધ્યાન કેન્દ્રીત કરશે પરંતુ એવું હવે જોવા મળી રહ્યું નથી.
ગયા વર્ષે 2022માં ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી થઈ હતી અને ત્યારે ભાજપની લહેર વચ્ચે પણ આમ આદમી પાર્ટીએ સારું એવું પ્રદર્શન કરીને રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો હાંસલ કર્યો હતો. પાર્ટીએ 14 ટકા (40 લાખથી વધુ મત) મતો સાથે રાષ્ટ્રીય પાર્ટી બની હતી. તે સમયે એવું પણ માનવામાં આવી રહ્યું હતું કે હવે પાર્ટી અને અરવિંદ કેજરીવાલ દિલ્હી, પંજાબ બાદ ગુજરાત પર વધુ ધ્યાન કેન્દ્રીત કરશે પરંતુ એવું હવે જોવા મળી રહ્યું નથી. બીજા બાજુ હાલમાં જ જે પાંચ રાજ્યોમાં ચૂંટણી થઈ ત્યાં રાજસ્થાન, છત્તીસગઢ, મધ્ય પ્રદેશમાં પણ આપની સ્થિતિ જોતા પાર્ટી માટે મોટો ઝટકો છે.
ગુજરાતને ભૂલી ગયા કે શું?
આમ આદમી પાર્ટીની સ્થિતિ જોઈએ તો હાલ ગુજરાતમાં આપના 5 ધારાસભ્યો છે. પરંતુ પાર્ટી ચૂંટણી સમયે જે આક્રમક વલણમાં જોવા મળી રહી હતી તેવું હવે નથી દેખાતું. સંજય સિંહને બાદ કરતા કોઈ મોટા નેતાઓ ગુજરાતમાં ડોકાતા નથી. કેજરીવાલની વાત કરીએ તો અરવિંદ કેજરીવાલ છેલ્લે 28 નવેમ્બર 2022ના દિવસે ગુજરાત આવ્યા હતા. ત્યારબાદ આવ્યા નથી. પાર્ટીમાં એવો જોશ પણ જોવા મળતો નથી. ગુજરાત વિધાનસભા ચૂંટણી વખતે આમ આદમી પાર્ટીનો જે પ્રચાર જોવા મળ્યો હતો તેવો તો તે સમયે કોંગ્રેસનો પણ નહતો જોવા મળ્યોય
આ શું ચાલી રહ્યું છે
રાજકીય વર્તુળોમાંજે ચર્ચાઓ ચાલે છે કે આમ આદમી પાર્ટીમાં આ જે ઉદાસીનભર્યો માહોલ છે તેના કારણે કાર્યકરોમાં પણ પહેલા જેવો ઉત્સાહ નથી. અત્યાર સુધીમાં 70 જેટલા નેતાઓ પાર્ટી છોડી ચૂક્યા છે. કેટલાક ભાજપમાં તો અનેક કોંગ્રેસમાં ગયા છે. જેમાં અર્જૂન રાઠવા, ભેમાભાઈ ચૌધરી, પ્રફુલ્લ વસાવા, નિખિલ સવાણી, વશરામ સાગઠિયા જેવા કદાવર નેતાઓ પણ સામેલ છે. કેજરીવાલની વાત કરીએ તો અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં ગુજરાત યુનિ દ્વારા કરાયેલા માનહાનિ કેસ અંગે ચર્ચામાં રહે છે. કેન્દ્રીય નેતાઓની ગુજરાતમાં ગેરહાજરી ઊડીને આંખે વળગે છે. ત્યારે સવાલ એ ઉઠે છે કે જે રાજ્યમાં દિલ્હી પંજાબ બાદ સૌથી વધુ બેઠકો અને મત મળ્યા, જ્યાંથી રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો મળ્યો તેને કેજરીવાલ ભૂલી ગયા?
NBT ના રિપોર્ટમાં રાજકીય વિશ્લેષક દિલીપ ગોહિલને ટાંકીને કહેવાયું છે કે ગુજરાતમાં કેન્દ્રીય નેૃત્વની ઓછી સક્રિયતા માટે હાલાત જવાબદાર છે. ગોહિલના જણાવ્યાં મુજબ અત્યારે કેમ, ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પણ કેજરીવાલ પૂરેપૂરું ફોકસ કરી શક્યા નહતા. કારણ કે ત્યારે એમસીડી ચૂંટણી જાહેર થઈ હતી. તેના પગલે કેમ્પેઈનનો છેલ્લો છેલ્લો સમય પણ થોડો ફિક્કો પડી ગયો હતો. ગોહિલે એમ પણ જણાવ્યું કે હવે તેમની પાસે દિગ્ગજ નેતા મનીષ સિસોદિયા પણ નથી. આવામાં ઠીક છે કે તેઓ લાંબા સમયથી ગુજરાત આવ્યા નથી, તેને પોત પોતાની રીતે જોઈ શકાય છે પરંતુ તેમાં તેમની મજબૂરી વધુ છલકાય છે. કારણ કે તેઓ એક સાથે અનેક મોરચે ઘેરાયેલા છે. ગોહિલ કહે છે કે એ જોવાનું રસપ્રદ રહેશે કે હવે કેજરીવાલ INDIA ગઠબંધનમાં કઈ રીતે આગળ વધે છે, શું તેઓ દિલ્હી અને પંજાબમાં કોંગ્રેસ માટે સીટ છોડશે? જો તેઓ એવું કરશે તો બની શકે કે ત્યારે લોકસભા ચૂંટણી પ્રચાર માટે ગુજરાત તરફ વળે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube