નવી દિલ્હી : સામાન્ય વર્ગનાં યુવાનો માટે 10 ટકા અનામત સુરક્ષીત કરાવીને વિપક્ષી દળો પર માનસિક જીત પ્રાપ્ત કરી ચુકેલ ભાજપે હવે આગામી પગલાની તૈયારી કરી લીધી છે. પાર્ટી પોતાનાં શાસનવાળા ત્રણ રાજ્યો હરિયાણા, ઝારખંડ અને મહારાષ્ટ્રમાં ફરીથી મોદી મેજીકની મદદથી ચૂંટણીની વૈતરણી પાર કરવાનો જુગાડ કરી રહી છે. તેના માટે આ ત્રણેય રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પણ આગામી લોકસભા ચૂંટણીની સાથે કરાવી શકે છે. આ ત્રણેય રાજ્યોની વિધાનસભા કાર્યકાળ ઓક્ટોબરથી નવેમ્બર વચ્ચે પુર્ણ થઇ રહ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઘરમાં ઘુસીને તલવારથી કાપી નાખ્યા યુવતીના બંન્ને હાથ, માં-બાપ પર પણ હુમલો

ભાજપ સુત્રોએ જણાવ્યું કે, ઝારખંડમાં ઝામુમો, રાજદ, કોંગ્રેસ અને ઝાવિપાનાં વિપક્ષી ગઠબંધનની તસ્વીર લગભગ સ્પષ્ટ થઇ ચુકી છે. તેના કારણે પાર્ટી નેતૃત્વ અહીં વહેલા વિધાનસભા ભંગ કરાવીને લોકસભા સાથે જ બંન્ને ચૂંટણી કરાવી લેવા માંગે છે. રાજ્ય એકમો દ્વારા પણ અંતિમ નિર્ણય કેન્દ્ર સરકાર પર છોડી દેવાયો છે, જેના કારણે બંન્ને ચૂંટણી એક સાથે કરાવવા માટે તૈયાર રાખવા માટેનાં નિર્દેશ આપવામાં આવ્યા છે. 


કોલેજ અને યુનિવર્સિટીઝમાં નહી લાગુ પડે આર્થિક અનામત: UGCની સ્પષ્ટતા

હરિયાણા વિધાનસભાનો કાર્યકાળ આ જ વર્ષે ઓક્ટોબરમાં પુર્ણ થઇ રહ્યો છે. બીજી તરફ વિપક્ષી કોંગ્રેસમાં ફેલાયેલ જુથવાદ અને ઇન્ડિયા નેશનલ લોકદળ (ઇનેલો)માં બે ફાડ પડી જવાનાં કારણે રાજકીય સમીકરણ બદલાઇ ચુક્યું છે. જેને કેન્દ્રીય નેતૃત્વ મોટી તક માની રહ્યું છે. પાર્ટી સુત્રોનું કહેવું છે કે 31 જાન્યુઆરીના રોજ જીંદ વિધાનસભા સીટ પર પેટા ચૂંટણીના પરિણામ આવતાની સાથે જ હરિયાણામાં બંન્ને ચૂંટણી એક સાથે કરાવવા અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે. જો કે પેટા ચૂંટણીમાં જીત-હારનાં નેતૃત્વનાં નિર્ણય પર અસર નહી પડે, પરંતુ કેન્દ્રીય નેતૃત્વ હાલનાં શહેરી નિગમ ચૂંટણીમાં મળેલી સફળતાની આ પેટા ચૂંટણીમાં બેવડાવવામાં આવશે કે નહી તે વાત પરખી લેવા માંગે છે. 


ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર જેકબ માર્ટિનની સ્થિતી ગંભીર, પરિવારે માંગી મદદ

મહારાષ્ટ્રમાં સ્થિતી થોડી અલગ છે. આ એનડીએની ઘટક શિવસેના સતત અલગ ચૂંટણી લડવાની જાહેરાત કરી રહ્યા છે. કેન્દ્રીય નેતૃત્વ અહીં લોકસભા અને વિધાનસભા ચૂંટણી એકસાથે કરાવવા માંગે છે, પરંતુ મોદી સરકાર આ રાજ્યમાંથી આવનાર વરિષ્ઠ મંત્રી અને રાજ્ય એકમનાં કેટલાક નેતાઓ તેની સાથે સંમત નથી. જેથી ફેબ્રુઆરી મહિનામાં ફરી એકવાર બેઠકોનો દોર કર્યા બાદ અંતિમ નિર્ણય લેવામાં આવશે.


PNB ગોટાળાના આરોપી મેહુલ ચોક્સીએ ભારતીય નાગરિકતા છોડી, એટીગુઆમાં પાસપોર્ટ સરેન્ડર