નવી દિલ્હી: કોરોનાનો સામનો કરી રહેલી દુનિયા સામે નવી મુશ્કેલી આવી રહી છે. આ આકાશી આફતને સમગ્ર દુનિયાના વૈજ્ઞાનિકો મુશ્કેલીમાં મુક્યા છે. ભય એટલો વધારે છે કે તે આખી પૃથ્વી પર વિનાશ લાવી શકે છે. ઘણા દેશો પૃથ્વીના નકશા પરથી અદૃશ્ય થઈ શકે છે. મોટા મોટા વૈજ્ઞાનિકોની ઊંઘ ઉડી ગઇ છે. મહાસત્તા અમેરિકા પણ ગભરાયું છે કેમ કે નાસાએ પુષ્ટિ આપી છે કે એક વિશાળ એસ્ટરોઇડ (Asteroid‌) ફરી એકવાર પૃથ્વીની નજીક જઈ રહ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

12 કલાકથી ઓછા સમય બચ્યો છે જ્યારે આ ઉલ્કા પૃથ્વીની નજીક પસાર થશે. આ ઉલ્કા માઉન્ટ એવરેસ્ટની જેમ વિશાળ હોઈ શકે છે. નાસાએ દાવો કર્યો છે કે, તેનાથી આપણી દુનિયાને કોઈ ખતરો નથી પરંતુ જો ઉલ્કાએ તેની દિશાથી થોડું પણ ભટકી તો પૃથ્વી પર એક વિશાળ સંકટ આવી શકે છે. સમગ્ર દુનિયાની નજર ઉલ્કા પર છે.


નાસાએ રજૂ કરી એસ્ટરોઈડની તસવીર
નાસાના જણાવ્યા મુજબ, અત્યારે ચિંતા કરવાની વાત નથી, પરંતુ ઘણા વૈજ્ઞાનિકો આ પછી પણ આશંકા વ્યક્ત કરી રહ્યાં છે કે, જો ઉલ્કાના માર્ગમાં થોડીક સેકંડનો તફાવત આવ્યો તો આ એસ્ટરોઈડ પૃથ્વી પર ત્રાટકશે. નાસાએ આ એસ્ટરોઈડની રજૂ કરેલી તસવીર જોઈને એવું લાગે છે કે જાણે કોઈ માસ્ક પહેર્યું હોય. ભલે નાસા દાવો કરે કે આ એસ્ટરોઇડથી કોઈ જોખમ નથી, પરંતુ વૈજ્ઞાનિકોમાં આ ઉલ્કાને લઇને ચોક્કસપણે ચિંતા છે.


ઉલ્કા પૃથ્વી તરફ આગળ વધી રહી છે
નાસાના સેન્ટર ફોર નિયર અર્થ અધ્યયનના જણાવ્યા મુજબ, આ ઉલ્કા 31,319 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પૃથ્વી તરફ આગળ વધી રહી છે. તે 29 એપ્રિલની સવારે પૃથ્વીથી લગભગ 62.90 લાખ કિલોમીટરના અંતરેથી પસાર થશે. ખગોળશાસ્ત્રના દ્રષ્ટિકોણથી, આ અંતર ખૂબ વધારે નથી. તેની દિશામાં થોડો ફેરફાર પણ પૃથ્વી પર મોટી વિનાશ લાવી શકે છે.


આ એસ્ટરોઇડને નાસા દ્વારા 1998 માં પ્રથમ વખત જોવામાં આવ્યો હતો અને લગભગ 22 વર્ષ પછી તે પૃથ્વીની નજીક પસાર થઈ રહ્યો છે. જ્યારે નાસાએ આ માહિતી આપી છે ત્યારથી અનેક પ્રકારના પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. લોકોની બેચેની વધી રહી છે. અવકાશ વિજ્ઞાનીઓએ ઉલ્કાના કોઈપણ ખતરાને સ્પષ્ટ રીતે નકારી દીધો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube