Zodiac Sign For love: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કોઈપણ વ્યક્તિને સારી રીતે જાણવા અને સમજવા માટે તેની રાશિ જ પૂરતી છે. રાશિના આધાર પર વ્યક્તિના ભવિષ્ય, સફળતા અને નિષ્ફળતા વિશે જાણી શકાય છે. એટલું જ નહીં વ્યક્તિને સાચો પ્રેમ મળશે કે નહીં. કે પછી કઈ ઉંમરમાં વ્યક્તિને સાચો પ્રેમ થશે. તે વિશે પણ રાશિથી જાણકારી મેળવી શકાય છે. આજે આપણે એવી રાશિઓ વિશે જાણીશું, જેણે સાચો પ્રેમ મેળવવા માટે ખુબ મહેનત કરવી પડે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સરળતાથી નથી મળતો આ રાશિના જાતકોને પ્રેમ
કુંભ રાશિ- જ્યોતિષ શાસ્ત્રમાં તમામ 12 રાશિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમાં 11મું સ્થાન કુંભનું છે. કુંભ રાશિનો સ્વામી ગ્રહ શનિ દેવ છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિનો સ્વભાવ ક્રૂર હોય છે. તો શનિદેવનેન્યાયના દેવતા અને કર્મના ફળદાતાના નામથી પણ ઓળખવામાં આવે છે. તેવામાં જ્યારે આ રાશિના લોકોની કુંડળીમાં શનિ દેવ અશુભ સ્થાન પર હોય છે, તો તેણે પ્રેમ મેળવવા માટે ઘણા પ્રકારના પડકારોનો સામનો કરવો પડે છે. સાચો પ્રેમ મેળવવા માટે ઘણા પ્રકારના સંઘર્ષ કરવા પડે છે. 


તુલા રાશિ- તુલા રાશિનો સ્વામી શુક્ર ગ્રહ છે. જ્યોતિષ અનુસાર શુક્ર ગ્રહને ભોગ વિલાસ, લવ, રોમાન્સ, લગ્ઝરી, આનંદ-મંગલ વગેરેનો કારક માનવામાં આવે છે. ચો આ રાશિ અગ્નિ તત્વની રાશિ છે. તેમ પણ માનવામાં આવે છે કે આ રાશિ શનિને પણ પ્રિય છે. તેથી આ રાશિના જાતકોને નિયમ અને અનુશાસન ખુબ પસંદ હોય છે. ઘણીવાર આ રાશિના લોકોએ પ્રેમ મેળવવા વિઘ્નનો સામનો કરવો પડે છે, કારણ કે શનિ દેવ મહેનત બાદ વ્યક્તિને ફળ આપે છે. 


મકર રાશિ- આ રાશિ પણ શનિની રાશિ છે. શનિ દેવ વ્યક્તિને તેના કર્મોના આધાર પર શુભ અને અશુભ ફળ પ્રદાન કરે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મકર રાશિના જાતકોને પ્રેમ માટે સંઘર્ષ કરવો પડે છે. મકર રાશિના જાતકોની કુંડળીમાં શનિ અશુભ હોવા પર તેના પ્રેમમાં વિઘ્નો આવે છે. તેવામાં શનિના શુભ પ્રભાવો માટે તેની પૂજા કરો અને ખોટી સંગતથી દૂર રહો. 


(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube