40 વર્ષમાં એક વખત જળસમાધિમાંથી બહાર આવે છે ભગવાન અતિ વરદાર
ભારતમાં દક્ષિણથી માંડીને ઉત્તર ભારતમાં અસંખ્ય મંદિર અને ધાર્મિક સ્થળો આવેલા છે અને દરેક ધાર્મિક સ્થળની એક ખાસ વિશેષતા છે. આવું જ એક મંદિર તમિલનાડુના કાંચીપુરમમાં આવેલું છે, જેની વિશેષતા જાણીને તમે પણ ત્યાં દર્શન કરવાની ઈચ્છા રાખશો
નવી દિલ્હીઃ ભારત પંરપરાઓનો દેશ છે. અહીં ચાર ગામે વાણી અને 8 ડગલાએ લોકોની રહેણી-કરણી બદલાઈ જાય છે. ભારતમાં જેટલી વિવિધતાઓ છે એટલી જ પરંપરાઓ અને રીતિ-રિવાજ પણ છે. ભારતમાં દક્ષિણથી માંડીને ઉત્તર ભારતમાં અસંખ્ય મંદિર અને ધાર્મિક સ્થળો આવેલા છે અને દરેક ધાર્મિક સ્થળની એક ખાસ વિશેષતા છે. આવું જ એક મંદિર તમિલનાડુના કાંચીપુરમમાં આવેલું છે, જેની વિશેષતા જાણીને તમે પણ ત્યાં દર્શન કરવાની ઈચ્છા રાખશો.
કાંચી અતિ વરદાર મહોત્સવ
આ મંદિરનું નામ છે 'ભગવાન વરદરાજા સ્વામી મંદિર'. અહીં ભગવાન અતિ વરદારની મૂર્તિ ભક્તોને દર્શન આપવા માટે 40 વર્ષમાં માત્ર કેટલાક દિવસ માટે બહાર આવે છે. બાકીના વર્ષો દરમિયાન ભગવાન જળ સમાધિમાં જ રહે છે. ભગવાન જ્યારે જળસમાધિમાંથી બહાર આવે ત્યારે તમિલનાડુનો પ્રસિદ્ધ 'કાંચી અતિ વરદાર' મહોત્સવ શરૂ થાય છે.