જયેશ જોશી, અમદાવાદઃ 6 એપ્રિલ 1980માં ભારતીય જનતા પાર્ટીની રચના પછીના પાર્ટીના પહેલા અધિવેશનમાં પહેલા અધ્યક્ષ અટલ બિહારી વાજપેયીએ કાર્યકર્તાઓને સંબોધિત કરતાં કહ્યું હતું કે - ભારતના પશ્વિમી ઘાટને મંડિત કરનારા મહાસાગરના કિનારે ઉભો રહીને હું ભવિષ્યવાણી કરવાનું સાહસ કરું છું કે અંધારું દૂર થશે, સૂરજ નીકળશે, કમળ ખીલશે. 40 વર્ષ પહેલાં અટલજીએ કરેલી આ ભવિષ્યવાણી આજે સાચી સાબિત થઈ રહી છે. 2 સાંસદોથી શરૂઆત કરનારી ભાજપના અત્યારે લોકસભામાં 303 સાંસદ છે અને 2014 અને 2019માં બીજીવાર પ્રચંડ બહુમત સાથે કેન્દ્રમાં સરકાર છે. ત્યારે આવી જ પાર્ટીના પહેલા અધ્યક્ષની રાજકીય સફરની માહિતી મેળવીએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

PM મોદીએ અટલ બિહારી વાજપેયી પર લખાયેલા પુસ્તકનું કર્યું વિમોચન, સંસદમાં આપી શ્રદ્ધાંજલિ


અટલ બિહારી વાજયેપીના 10 અજોડ નિર્ણય:
જ્યારે વાજપેયી સ્થિર સરકારના પ્રધાનમંત્રી બન્યા. તો તેમણે એવા અનેક નિર્ણય લીધા. જેમણે ભારતની રાજનીતિને હંમેશા માટે બદલી નાંખી. તે વાજપેયીની કુશળતા જ કહેવામાં આવશે કે તેમણે એક પ્રકારે દક્ષિણ પંથની રાજનીતિને ભારતીય જનમાનસ પર એ પ્રકારે ફેલાવી કે જેના કારણે એક દાયકા પછી ભાજપે તે બહુમત હાંસલ કરી બતાવ્યો. જેની એક સમયમાં કલ્પના પણ કરવામાં આવતી ન હતી. પ્રધાનમંત્રી તરીકે તેમણે કયા 10 નિર્ણયો લીધા જેની અસર લાંબા સમય સુધી ભારતીય રાજનીતિ પર રહેશે તેના પર નજર કરીએ.


1. ભારતને જોડવાની યોજના


2. ખાનગીકરણને સમર્થન- રોકાણની શરૂઆત


3. સંચાર ક્રાંતિનો બીજો તબક્કો


4.સર્વ શિક્ષા અભિયાન


5. પોખરણનું પરીક્ષણ


6. લાહોર-આગ્રા સમિટ અને કારગિલ-કંદહારની નિષ્ફળતા


7. પોટા કાયદો


8.સંવિધાન સમીક્ષા આયોગની રચના


9. જાતિગત જનગણના પર રોક


10. રાજ ધર્મનું પાલન


અટલ બિહારી વાજપેયી ભલે આજે દુનિયામાં રહ્યા નથી. પરંતુ તેમણે કરેલા કાર્યો થકી તે આજે પણ દરેક ભારતીયોના દિલમાં જીવંત છે. અને હજારો વર્ષો સુધી જીવંત રહેશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube