અટલજીને યૂરિન ઇન્ફેક્શન, ચાલી રહ્યું છે ડાયાલિસિસ, સવારે જારી કરાશે મેડિકલ બુલેટિન
લાંબા સમયથી બિમાર ચાલી રહેલા પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી સોમવારે રાત્રે એમ્સમાં જ રહેશે.
નવી દિલ્હીઃ લાંબા સમયથી બિમાર ચાલી રહેલા પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી સોમવારે રાત્રે એમ્સમાં જ રહેશે. હોસ્પિટલના સૂત્રોએ જાણકારી આપી છે કે વાજયેપીને યૂનિર ઈન્ફેક્શન અને કિડની સંબંદિત મુશ્લેકીના કારણે તેમને એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા અને અહીં તેમનું ડાયાલિસિસ ચાલી રહ્યું છે. પૂર્વ વડાપ્રધાનને હોસ્ટિપલમાંથી રજા કયારે મળશે તે હજુ નક્કી નથી. મંગળવારે સવારે 9 કલાકે એમ્સ હોસ્પિટલ તરફતી મેડિકલ બુલેટિન જારી કરાશે.
સોમવારે સાંજે વાજપેયીની સ્થિતિ જાણવા માટે વડાપ્રધાન મોદી, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, ભાજપના અધ્યક્ષ અમિત શાહ, લાલકૃષ્ણ અડવાણી, ગૃહપ્રધાન રાજનાથ સિંહ, કેન્દ્રીય પ્રધાન જેપી નડ્ડા, પ્રકાશ જાવડેકર, હર્ષવર્ધન અને વિજય ગોયલ સહિતના નેતાઓ એમ્સ પહોંચ્યા હતા. પૂર્વ નાયબ વડાપ્રધાન અડવાણી સાથે વાજપેયીની મિત્રતા 50 વર્ષથી છે અને બંન્નેએ મળીને પાર્ટીને ઉભી કરી હતી. ભાજપના નેતા વિજય ગોયલે જણાવ્યું કે, યૂરિન ઈન્ફેક્શનની સારવાર ચાલી રહી છે અને આશા છે કે મંગળવારે ઘરે જઈ શકશે.
એમ્સમાં વાજપેયીના અંતર-ખબર જાણ્યા બાદ કેન્દ્રીય મંત્રી ડો. હર્ષ વર્ધને પત્રકારોને કહ્યું, તેઓને સારૂ છે અને ચિંતા કરવાની જરૂર નથી. આ પહેલા હોસ્પિટલ તરફથી જણાવવામાં આવ્યું કે, પૂર્વ વડાપ્રધાનને નિયમિત તપાસ માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની સ્થિતિ સ્થિર છે. એમ્સના સૂત્રોએ જણાવ્યું કે, તેઓ (વાજપેયી) આઈસીયુમાં છે અને તેમનું ડાયાલિસિસ ચાલી રહ્યું છે. હોસ્પિટલ તરફથી જારી નિવેદન અનુસાર એમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાના નેતૃત્વમાં ડોક્ટરોની એક ટીમ વાજપેયીના સ્વાસ્થ્યની તપાસ કરી રહી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ વાજયેપીનું સ્વાસ્થ્ય જાણવા માટે એમ્સ પહોંચ્યા હતા. પીએમ મોદીએ ડોક્ટરો સાથે મુલાકાત કરીને વાજપેયીના સ્વાસ્થ્ય વિશે જાણકારી મેળવી. આ દરમિયાન પીએમ મોદીએ પૂર્વ વડાપ્રધાનના પરિવારના સભ્યો સાથે પણ વાતચીત કરી હતી. વડાપ્રધાન મોદી આશરે 50 મિનિટ સુધી હોસ્પિટલમાં રહ્યાં. સ્વાસ્થ્ય ખરાબ ખવાને કારણે વાજયેપી ધીમે-ધીમે જાહેર જીવનથી દૂર થતા ગયા અને ઘણા વર્ષોથી પોતાના આવાસ સુધી સિમિત છે.
ડોક્ટર ગુલેરિયા છેલ્લા ત્રણ દશકથી પૂર્વ પીએમ વાજયેપીના ખાનગી ડોક્ટર છે. ભાજપના સંસ્થાપકોમાં સામેલ વાજયેપી 3 વાર દેશના વડાપ્રધાન રહ્યાં. તે પહેલા બિન-કોંગ્રેસી વડાપ્રધાન છે જેમણે પોતાનો કાર્યકાળ પુરો કર્યો. તેમને દેશના સર્વોચ્ચ નાગરિત સન્માન ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા.