નવી દિલ્હી: મહાકવિ ગોપાલ દાસ 'નીરજ' અને અટલ બિહારી વાજપેયીએ કાનપુરના ડીએવી કોલેજથી અભ્યાસ કર્યો હતો. આ દરમિયાન તેમનો પરિચય થયો અને હળવા મળવાનું રહ્યું. નીરજ મહાકવિ હોવાની સાથે સાથે જ્યોતિષ શાસ્ત્રમાં પણ પારંગત મનાતા હતાં. આ જ કારણે મહાકવિએ આકલન કરતા કહ્યું હતું કે તેમની બંનેની કુંડળી મહદઅંશે એક સરખી છે. દૈનિક જાગરણના એક રિપોર્ટ મુજબ આ જ કારણે 2009માં નીરજે ભવિષ્યવાણી કરતા કહ્યું હતું કે તેમના અને વાજપેયીજીના નિધનમાં એક મહિનાથી વધુ અંતર નહીં હોય. વાસ્તવમાં તેમનું આ આકલન સાચુ સાબિત થયું. નીરજનું નિધન 19 જુલાઈના રોજ થયું. તેમના નિધનના 29 દિવસ બાદ અટલ બિહારી વાજપેયીનું નિધન થયું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહાકવિ નીરજે કુંડળીઓના આકલનના આધારે એમ પણ કહ્યું હતું કે તેમને બંને જણે પોતા પોતાના ક્ષેત્રમાં ટોચ પર જવાનું હતું. નીરજે સાહિત્ય અને કળાના ક્ષેત્રમાં ખ્યાતિ મેળવી અને તેમના ગીતો દુનિયાભરમાં મશહૂર થયાં. જ્યારે અટલ બિહારી વાજપેયી રાજકારણમાં શિખર પુરુષ બન્યાં. એટલું જ નહીં 2009ના એક ઈન્ટરવ્યુમાં નીરજે એમ પણ કહ્યું કે જીવનના અંતિમ પડાવમાં અમારે બંનેએ ગંભીર રોગો સામે ઝઝૂમવું પડશે. તેમની આ વાત પણ સાચી સાબિત થઈ. 



નીરજને તેમના ગીતો માટે ભારત સરકારે પદ્મ શ્રી અને પદ્મભૂષણથી સમ્નામનિત કર્યાં હતાં. તેમણે હિંદી ફિલ્મો માટે અનેક ગીતો પણ લખ્યાં હતાં. તેમના આ ગીતો આજે પણ લોકો ગાય છે. હિંદી મંચોના પ્રસિદ્ધ કવિ નીરજને ઉત્તર પ્રદેશ સરકારે યશભારતી પુરસ્કારથી પણ સન્માનિત કર્યા હતાં. 


'કારવાં ગુજર ગયાં ગુબાર દેખતે રહે' જેવા મશહૂર ગીતો લખનારા નીરજને 3વાર ફિલ્મફેર પુરસ્કાર પણ મળ્યો હતો. પહચાન ફિલ્મનું 'બસ યહી અપરાધ મે હર બાર' અને 'મેરા નામ જોકર'ના 'એ ભાઈ! જરા દેખ કે ચલો'એ નીરજને સફળતાના શિખરે પહોંચાડી દીધા. ગોપાલદાસ નીરજનો જન્મ 4 ફેબ્રુઆરી 1925ના રોજ યુપીના ઈટાવા જિલ્લાના પુરાવલી ગામમાં થયો હતો.