નવી દિલ્હી : પૂર્વ વડાપ્રધાન ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની અસ્થિ કળશ યાત્રાનો આજથી પ્રારંભ થશે. રાજધાની દિલ્હીમાં ભાજપના મુખ્ય કાર્યાલય ખાતે આજે પાર્ટીના અધ્યક્ષ અમિત શાહ તમામ રાજ્યોના પ્રદેશ અધ્યક્ષોને અસ્થિ કળશ સોંપશે. રાજ્યોના અધ્યક્ષોને અસ્થિ કળશ સોંપવા માટે આજે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, રાજનાથસિંહ સહિત અનેક કેન્દ્રિય મંત્રીઓ અને પાર્ટીના નેતાઓ હાજર રહેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપના મુખ્ય કાર્યાલય ખાતે આયોજિત આ કાર્યક્રમના સમાપન બાદ તમામ રાજ્યોના અધ્યક્ષો પોતાના રાજ્યોમાં અટલજીના અસ્થિ કળશ લઇ જશે અને બાદમાં સમગ્ર રાજ્યમાં અસ્થિ કળશ યાત્રા કાઢવામાં આવશે. પૂર્વ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ કળશ યાત્રા માટે રાજ્યના પાટનગર, મોટા શહેરો, જિલ્લા મથકો, તાલુકા મથકોએ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. 


પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન અટલ બિહારી વાજપેયીનું 16 ઓગસ્ટે નિધન થયું હતું. આજથી તેમની અસ્થિ કળશ યાત્રા દેશભરમાં કાઢવામાં આવશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે રાજ્યોને અટલજીની અસ્થિનો કળશ સોંપશે. અટલ બિહારી વાજયેપીની એસ્થિનો એક કળશ ગુજરાત પણ લાવવામાં આવશે. જેનું સાબરમતિ નદીમાં વિસર્જન કરવામાં આવશે. 


સાબરમતી નદીમાં કરાશે વિસર્જન
ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણી આ અસ્થિ કળશને લઈને આજે બપોરે 3 કલાકે અમદાવાદ એરપોર્ટ આવી પહોંચશે. આ સમયે મુખ્યપ્રધાન વિજય રૂપાણી, ડેપ્યુટી સીએમ નીતિનભાઇ પટેલ, મંત્રીમંડળ તથા મહત્વના આગેવાનો હાજર રહીને કળશ પર પુષ્પાંજલિ કરશે. બાદમાં આ અસ્થિ કળશને ગોલવાડ, ખાડીયા ખાતે લઈ જવામાં આવશે.