વાજપેયીનું નિધન: કાલે દિલ્હીમાં તમામ શાળા અને સરકારી ઓફીસ રહેશે બંધ
લાંબા સમયથી બિમાર રહેલા પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનું ગુરૂવારે દિલ્હીની એમ્સમાં નિધન થઇ ગયું
નવી દિલ્હી : પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નિધન પર શુક્રવારે દિલ્હીનાં તમામ સરકારી કાર્યાયલ અને શાળાઓ બંધ રહેશે. દિલ્હીનાં ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ ટ્વીટ કરીને આ માહિતી આપી. અત્રે ઉલ્લેખનીય છે કે, લાંબા સમયથી બિમાર રહેલા પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનું ગુરૂવારે દિલ્હીની એમ્સમાં નિધન થયું. એમ્સ તંત્ર દ્વારા બહાર પડાયેલા મેડિકલ બુલેટિન અનુસાર વાજપેયીનું સાંજે 05.05 વાગ્યે અંતિમ શ્વાસ લીધા.
અટલજીનાં નિધન પહેલા દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ડેપ્યુટીસીએમ મનીષ સિસોદિયાએ એમ્સ પહોંચીને એમ્સ પહોંચીને તેમની પરિસ્થિતી જાણી હતી. અટલજીનાં નિધન અંગે મનીષ સિસોદિયાએ ટ્વીટ કરીને લખ્યું કે, અમારા પ્રિય અટલજીનાં અન્મામાં કાલે દિલ્હીની તમામ સરકારી ઓફીસ અને અન્ય સંસ્થાઓ બંધ રહેશે.
વાજપેયીનાં નિધન પર સાત દિવસનો રાષ્ટ્રીય શોક વ્યક્ત કર્યો છે. 16થી 22 ઓગષ્ટ સુધી રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે. આ દરમિયાન દેશના રાષ્ટ્રીય ધ્વજ ત્રિરંગો ઝુકેલો રહેશે. અટલ બિહારીનો અંતિમ સંસ્કાર શુક્રવારે સમગ્ર રાજકીય સન્માન સાથે 5 વાગ્યે કરવામાં આવશે. તે અગાઉ પુર્વ વડાપ્રધાનનો પાર્થિવ શરીર તેમના નિવાસ સ્થાન પર લોકોનાં દર્શનાર્થે રખાશે. વિશેષ બેઠક બોલાવીને શોક સંદેશ પસાર કર્યો જેમાં અટલ બિહારી વાજપેયીને મહાન દેશભક્ત દુરદર્શી નેતા અને સ્વતંત્રતા સેનાની ગણાવવામાં આવ્યા.
પૂર્વ વડાપ્રધાનને 11 જૂને એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં છેલ્લા 2 દિવસથી તેમની તબિયત બગડી રહી હતી. ગુરૂવારે સાંજે 05.05 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નિધન અંગે આજે મોદી સરકારના ઘણા મંત્રીઓએ દુખ વ્યક્ત કર્યુ અને કહ્યું કે તેઓ હંમેશા લોકોનાં હૃદયમાં સ્થાન રહેશે.
પીયૂષ ગોયલે વ્યક્ત કર્યો શોક
નાણા મંત્રી પીયૂષ ગોયલે ટ્વીટ કરીને કહ્યું કે, શ્રદ્ધેય અટલ બિહારી વાજપેયીજીનું જવું એક યુગનો અંત છે. અટલજીનું મહાન વ્યક્તિત્વ, સૌમ્ય શૈલી, રાષ્ટ્રભક્તિ, દૂરદ્રષ્ટિ, પડકારનો સામનો કરવાની દ્રઢ ઇચ્છાશક્તિ તથા તેમનાં મહાન આદર્શ આપણને હંમેશા પ્રેરણા આપશે. વ્યક્તિગત્ત રીતે મારા માટે આ એક અપુરણીય ક્ષતિ છે. ભાવપુર્ણ શ્રદ્ધાંજલી તેમણે કહ્યું કે, અટલજીનું સમગ્ર જીવન રાષ્ટ્રની સેવાની તરફ તમામનું માર્ગદર્શન કર્યું. ભગવાન રંજન, નમિતા અને નિહારિકાને દુખની આ કડક ઘડીમાંથી બહાર આવવા માટેની ઉબરવાની શક્તિ પ્રદાન કરે.
મુખ્તાર અબ્બાસ નકવીએ પણ શ્રદ્ધાંજલી પાઠવી હતી
મેનકા ગાંધીએ પણ શ્રદ્ધાંજલી પાઠવી હતી.
થાવરચંદ ગહલોતે શ્રદ્ધાંજલી અર્પી.