નવી દિલ્હી: દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની આજે પ્રથમ પુણ્યતિથિ છે.  રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ સહિત ભાજપના અનેક દિગ્ગજ નેતાઓ સ્મૃતિ સ્થળ સદૈવ અટલ પર પહોંચ્યાં અને અટલજીને શ્રદ્ધાંજલિ આપી. અત્રે જણાવવાનું કે ભારત રત્નથી સન્માનિત અને દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનું 16 ઓગસ્ટ 2018ના રોજ 93 વર્ષની આયુમાં નિધન થયું હતું. ત્યારબાદ ભાજપે તેમની અસ્થીઓને દેશની 100 નદીઓમાં વહાવી હતી અને તેની શરૂઆત હરિદ્વારમાં ગંગામાં વિસર્જન સાથે થઈ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિલ્હી સ્થિ પૂર્વ વડાપ્રધાનના સ્મૃતિ સ્થળ 'સદૈવ અટલ' પર અટલ બિહારી વાજપેયીની પુષ્યતિથિના અવસરે મોટો કાર્યક્રમ થઈ રહ્યો છે. જેના પગલે અટલ બિહારી વાજપેયીના પુત્રી નમિતા કૌલ ભટ્ટાચાર્ય, પૌત્રી નિહારીકા સહિત પરિવારના અન્ય સભ્યો પૂર્વ વડાપ્રધાનના સ્મૃતિ સ્થળે પહોંચ્યા છે. જ્યાં ભજનનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. અહીં તેમને અત્યાર સુધી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ સહિત અનેક દિગ્ગજ નેતાઓ દ્વારા તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...