અટલ બિહારી વાજપેયીના આ ત્રણ વાક્યોએ ચુંબકની જેમ જનતા પર અસર કરી હતી...
પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની હાલત ગંભીર બની છએ અને એમને આઇસીયૂમાં લાઇફ સિસ્ટમમાં રાખવામાં આવ્યા છે. ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના 93 વર્ષિય દિગ્ગજ નેતાને કિડની ટ્રેક્ટ ઇન્ફેક્શન, યૂરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્ટન, પેશાબ આવવામાં તકલીફ તેજમ હ્રદયમાં તકલીફ સહિતની તકલીફને લીધે 11 જૂનથી અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન દિલ્હી (એઇમ્સ) ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. એઇમ્સના 15 ઓગસ્ટની રાતે એક નિવેદનમાં કહેવાયું કે, દુર્ભાગ્યવશ એમની હાલત બગડી છે. એમની હાલત ગંભીર છે અને એમને જીવન રક્ષક સિસ્ટમ પર રાખવામાં આવ્યા છે. વાજપેયીના ભાષણમાં એવી તાકાત હતી કે જનતા એમની જબરજસ્ત દિવાની હતી.
નવી દિલ્હી : પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની હાલત ગંભીર બની છએ અને એમને આઇસીયૂમાં લાઇફ સિસ્ટમમાં રાખવામાં આવ્યા છે. ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના 93 વર્ષિય દિગ્ગજ નેતાને કિડની ટ્રેક્ટ ઇન્ફેક્શન, યૂરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્ટન, પેશાબ આવવામાં તકલીફ તેજમ હ્રદયમાં તકલીફ સહિતની તકલીફને લીધે 11 જૂનથી અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન દિલ્હી (એઇમ્સ) ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. એઇમ્સના 15 ઓગસ્ટની રાતે એક નિવેદનમાં કહેવાયું કે, દુર્ભાગ્યવશ એમની હાલત બગડી છે. એમની હાલત ગંભીર છે અને એમને જીવન રક્ષક સિસ્ટમ પર રાખવામાં આવ્યા છે. વાજપેયીના ભાષણમાં એવી તાકાત હતી કે જનતા એમની જબરજસ્ત દિવાની હતી.
દોડીને વાજયેપીની દોડી પડ્યા હતા મોદી, જુઓ ર્દુલભ ખાસ વીડિયો
અટલ બિહારી વાજપેયી દેશના જાણીતા ચહેરાઓ પૈકીના એક છે. તેઓ એક એવા નેતા છે કે જેમને સાંભળવા માટે ભીડ મોટી સંખ્યામાં હાજર રહેતી હતી. હિન્દી પર જબરજસ્ત પકડ હોવાને લીધે તેઓના ભાષણમાં એવા શબ્દોનો તેઓ પ્રયોગ કરતા કે જેનાથી જનતા દિવાની થતી હતી. વિરોધ પક્ષમાં હોવા છતાં તત્કાલિન વડાપ્રધાને એમને સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં મોકલ્યા હતા. એમના ભાષણમાં રહેલા ભારથી તેઓ જનતાના દિલો દિમાગમાં છવાયેલા રહેતા હતા.
એકવાર પંડિત નેહરુએ વાજપેયી માટે કહ્યું હતું- 'તેઓ હંમેશા મારી આલોચના કરે છે, પરંતુ...'
વર્ષ 1975માં તત્કાલિન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ ઇમરજન્સીની જાહેરાત કરી હતી. વિપક્ષી દળના નેતાઓએ જોર શોરથી એનો વિરોધ કર્યો હતો. વિરોદ વચ્ચે ઇન્દિરા ગાંધીએ ઝુકવું પડ્યું હતું અને 1977માં ચૂંટણીની જાહેરાત કરવી પડી હતી. ઇમરજન્સી ખતમ થતાં દિલ્લીના રામલીલા મેદાનમાં રેલીનું આયોજન કરાયું હતું. જેમાં અટલ બિહારી વાજયેપી પણ આવ્યા હતા. ભાષણ આપવા માટે જેવા તેઓ મંચ પર ઉભા થયા કે ઇન્દિરા મુર્દાબાદ અને અટલ બિહારી જિંદાબાદના નારા લાગ્યા હતા.
શું તમે જાણો છો અટલ બિહારી વાજપેયીએ અંતિમ ક્યાં ભાષણ આપ્યું?
અટલ બિહારી વાજપેયીએ ભીડને શાંત રહેવાનો ઇશારો કર્યો અને પોતાના ભાષણની શરૂઆત કરતાં કહ્યું કે, બાદ મુદ્દત મિલે હૈ દિવાને... આ કહ્યા બાદ તેઓ શાંત થઇ ગયા અને પોતાની આંખો મીંચી હતી... આ દ્રશ્ય બાદ તો ખીચોખીચ ભરાયેલા રામલીલી મેદાનમાં ઉપસ્થિત ભીડ અટલ બિહારી વાજપેયીની દિવાની થઇ ગઇ હતી. સમગ્ર વાતાવરણમાં જિંદાબાદના નારા ગૂંજી ઉઠ્યા હતા. ફરી એકવાર વાજપેયીએ પોતાની આંખો ખોલી અને ભીડને શાંત રહેવા ભીડને ઇશારો કર્યો અને કહ્યું- કહને સુનને કો બહુત હૈ અફસાને... ફરી એકવાર ભીડમાંથી નારા ઉઠ્યા. ફરી ભીડને શાંત કરતાં તેમણે કહ્યું કે, ખુલી હવા મેં જરા સાંસ તો લે લેં, કબ તક રહેલી આઝાદી ભલા કૌન જાને....આ ત્રણ પંક્તિઓમાં જ વાજપેયીએ ઇમરજન્સીનો સમગ્ર ક્યાશ રજૂ કરી દીધો હતો. ત્યાર પછી તો ભીડે જે નારા લગાવ્યા અને વાજપેયીને વધુ કહેવાની પણ જરૂર પડી ન હતી.
મનમોહન સિંહે વાજપેયીને કહ્યા હતાં ભારતીય રાજકારણના 'ભીષ્મ પિતામહ'..જાણો કેટલીક અજાણી વાતો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે સાંજે અંદાજે સવા સાત વાગે વાજપેયીની તબિયતની ખબર કાઢવા હોસ્પિટલ આવ્યા હતા. મોદી ઉપરાંત રેલવે મંત્રી પિયૂષ ગોયલ અને ભાજપા સાંસદ મીનાક્ષી લેખી પણ વાજપેયીના ખબર અંતર પુછવા આવ્યા હતા. રાતે કેન્દ્રિય મંત્રી સુરેશ પ્રભુ, જિતેન્દ્ર સિંહ, હર્ષ વર્ધન અને શાહનવાજ હુસૈન સહિત અન્ય નેતાઓ અને મંત્રીઓ આવ્યા હતા. આ અગાઉ કેન્દ્રિય કાપડ મંત્રી સ્મૃતિ ઇરાી પણ આવ્યા હતા. ડાયાબિટિશગ્રસ્ત વાજપેયીની એક જ કિડની કામ કરી રહી છે. 2009માં એમને હ્રદયરોગનો હુમલો આવ્યો હતો. એ પછી એમને તકલીફ વધી હતી. ત્યાર બાદ તેઓની સ્મૃતિ પણ ઓછી થઇ હતી અને વ્યક્તિઓને ઓળખવામાં પણ મુશ્કેલી પડતી હતી.