જે કામ 6 પ્રધાનમંત્રી ન કરી શક્યાએ એ અટલ બિહારી વાજપેયીએ કરી બતાવ્યા
ભારતીય રાજનીતિના એ એવા વ્યક્તિ તરીકે યાદ કરવામાં આવે છે, જેમણે ગઠબંધનની રાજનીતિને તમામ વિરોધો છતા પણ સફળ બનાવી દીધી હતી. દેશમાં ત્યારે ગઠબંધનની સરકારને હકીકત બની ગઇ હતી. તે સમયે તેમણે જ દેશને સૌથી પહેલા ગઠબંધનની સરકારનો સફળ ફોર્મ્યુલા આપ્યો હતો.
નવી દિલ્હી: દેશના પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીનું ભારતીય રાજનીતિમાં અભૂતપૂર્વ યોગદાન રહેલું છે. તેમના ભાષણના લાખો લોકો દિવાના હતા. આજ કરાણે છે, કે બીજી પાર્ટીઓમાં પણ તેમના સમર્થકો છે, જેવા તેમની પાર્ટીમાં પણ છે. લોકપ્રિયતાની બાબતમાં પણ તેઓ પાર્ટીની હદોથી દૂર રહેલા છે. ભારતીય રાજનીતિમાં તેમને એક એવા વ્યક્તિ તરીકે યાદ કરવામાં આવે છે. જેમણે તમામ પ્રકારના વિરોધો હોવા છતા પણ ગઠબંધનની રાજનીતિને સફળ બનાવી હતી. ત્યારે દેશમાં ગઠબંધનની સરકાર હકીકત બની ગઇ હતી. તે સમયે અટલજીએ જ દેશમાં પહેલીવાર ગઠબંધનની સરકાર ચલાવાનો સફળ ફોર્મ્યુલા આપ્યો હતો.
અટલ બિહારી વાજપેયી જ હતા જેમણે કહ્યું હતું કે અમે સરકાર માટે જોડ-તોડની રાજનીતી નહિ કરીએ. તેમની 13 દિવસની સરકાર પડી ગઇ હતી. ત્યારબાદ તેઓ 13 મહિના માટે પ્રધાનમંત્રી બન્યા હતા. અને માત્ર એક જ વોટથી ફરીવાર તેમની સરકાર પડી ગઇ હતી. ત્યાર બાદ ફરી વાર ચૂંટણી થઇ અને બાજપેયની સરકાર ફરીવાર પી.એમ બન્યા અને 5 વર્ષ સુધી સરકાર ચલાવી હતી. એક દક્ષિણપંથી પાર્ટીઓના પ્રમુખએ દેશના તમામ ખુણાઓની પાર્ટીઓને સંગઠીત કરીને સરકાર ચાલવાનો ફોર્મ્યુલા દેશને આપ્યો હતો. આ પહેલા દેશમાં 6 વાર આ પ્રકારનો પ્રયાસ થયો હતો. જ્યારે પણ દેશમાં ગઠબધની સરાકાર બની પરંતુ કોઇ પણ તેમનો સમયગાળો પૂરો કરી શક્યા નહિ. પહેલી વાર દેશમાં વાજપેયીએ પાંચ વર્ષ સુધી સરકાર ચાલાવી, આ એ સમય હતો જ્યારે દેશમાં ગઠબંધન જ સત્ય હતું. સરકાર હવે ગઠબંધનની જ બનશે તેવું લોકોએ માની લીઘું હતું. પરંતું એ સરકારોને કોઇ પણ ચલાવી શક્યું નહિ. આ કામ તેમણે અટલ બિહારી વાજપેયીએ તેમના ત્રીજા કાર્યકાળમાં પૂરી કરી બતાવી અને ત્યાર બાદ મનમોહન સિંહે 10 વર્ષ સુધી ગઠબંધનની સરકાર ચલાવી હતી.
નજર કરીએ કે વાજપેયી પહેલા કેટલી વખત દેશમાં ગઠબંધનની સરકારના પ્રયાસો નિષ્ફળ રહ્યા
1.મોરારજીદેસાઇ: દેશમાં ઇમરજન્સી બાદ ચૂંટણી થઇ તે સમયે સ્વભાવિક રૂપે કોંગ્રેસ અને ઇન્દિરા ગાંધીની વિરૂદ્ધ લહેર હતી, આ ચૂંટણીમાં કોંગ્રેસની મોટી હાર થઇ હતી. જનતા પાર્ટીની સરકાર બની અને મોરારજી દેસાઇ દેશના પ્રધાનમંત્રી બન્યા હતા. કહેવાય છે કે, આ પહેલી સરકાર હતી જેમાં મોધવારી ઓછી થઇ હતી. મોરારજી દેસાઇએ 24 માર્ચ 1977માં પ્રધાનમંત્રી બન્યા હતા. પરંતુ સરકાર ચલાવી શક્યા નહિ. પાર્ટીમાં થયેલા અસંતોષ અને વિખવાદના કારણે તેમણે 28 જુલાઇ 1979માં રાજીનામુ આપી દીધુ હતું.
2.ચરણ સિંહ: કોંગ્રેસ સાથે સહયોગ કરીને ચૌધરી ચરણ સિંહ દેશના પાંચમાં પ્રધાનમંત્રી બન્યા હતા, પરંતુ તે સૌથી ઓછા સમય માટે પી.એમ રહ્યા હતા. 24 અઠવાડિયામાં જ તેમને ગાદી છોડી દેવી પડી હતી. કોંગ્રેસે તેમનું સમર્થન પાછુ ખેચી લીધુ હતું. ચરણ સિંહ 28 જુલાઇ 1979માં પ્રધાનમંત્રી બન્યા અને 14 જાન્યુઆરી 1980માં રાજીનામું આપી દીધુ હતું.
3. વીપી સિંહ: ગઠબંધનની સરકાર બનાવવાનો ત્રીજો પ્રયત્ન વીપી સિંહે કર્યો હતો. રાજીવ ગાંધીને હરાવીને વી.પી સિંહ પી.એમ બન્યા હતા. તે પહેલા તેઓ રાજીવ ગાંધીની સરકારમાં મંત્રી રહી ચુક્યા હતા. તેમણે કોંગ્રેસથી અલગ થઇને જનતા દલ નામની પાર્ટી બનાવી અને 2 ડિસેમ્બર 1989માં દેશના સાતમાં પ્રધાનમંત્રી બન્યા હતા. એક વર્ષ સુધી તેમની સરકાર ચાલી હતી. અને 10 નવેમ્બર 1990 સુધી પી.એમ રહ્યા હતા, અને તેમની સરકારને ભાજપ અને લેફ્ટ પાર્ટીઓએ સમર્થન આપ્યું હતું. પરંતુ તો પણ તે સરકાર ચલાવી શક્યા નહિ.
4. ચંદ્રશેખર: 23 મહિના વી.પી સિંહની સરાકાર ચાલાવ્યા બાદ ચંદ્રશેખે દેશના 8માં પ્રધાનમંત્રી બન્યા હતા. જનતા દલમાં વિખવાદથી પાર્ટી તૂટી પડી હતી. ત્યારબાદ કોંગ્રેસના સહયોગથી ચંદ્રશેખરે પ્રધાનમંત્રીના શપથ લીધા હતા. પરંતુ એ ગઠબંધનની સરકાર પણ માત્ર 7 મહિના સુધી ટકી હતી. અને કોંગ્રેસે સમર્થન પાછુ ખેચી લેતા તેમની સરકાર પડી ગઇ હતી. ચરણ સિંહ બાદ ચંદ્રશેખર બીજા સૌથી ઓછા સમય સુધી પ્રધાનમંત્રી પદ પર રહ્યા હતા.
ચંદ્રશેખરના રાજીનામા બાદ ફરી વાર ચૂંટણી થઇ અને તે સમયે રાજીવગાંધીની હત્યા થઇ હતી. ત્યાર બાદ નરસિહ રાવ પી.એમ બન્યા હતા. તેમના પાંચ વર્ષ પૂર્ણ થયા ત્યાર બાદ 1996માં કોઇ પણ પાર્ટીને પૂર્ણ બહૂમત ન મળી. તે સમયે બી.જે.પી સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી હતી. અને અટલજીએ પી.એમના શપથ લીધા અને 13 દિવસ સુધી પી.એમ રહ્યા હતા.
5.એચ.ડી દેવેગૌડા: ત્યારબાદ 1 જૂન 1996માં કોંગ્રેસના સહયોગથી સંયુક્ત મોર્ચાના એચ.ડી દેવેગૌડા પી.એમ બન્યા હતા. પરંતુ તે પણ માત્ર 10 મહિના સુધી પી.એમ રહ્યા હતા. કોંગ્રેસે ફરી એક વાર સમર્થન પાછુ ખેચી લીધું અને 21 એપ્રિલ 1997માં તેમણે રાજીનામું આપી દીધુ હતું.
6. ઇન્દ્રકુમાર ગુજરાલ: એચ.ડી દેવેગૌડા બાદ ફરી વચગાળાની ચૂંટણી યોજાવાનો ભય હતો. ત્યારબાદ તે સરકારમાં વિદેશીમંત્રી રહેલા ઇન્દ્રકુમાર ગુજરાલનું નામ પી.એમ પદ માટે આગળ આવ્યું. ત્યારે કોંગ્રેસએ ફરીવાર બહારથી સરકારને સમર્થન આપ્યું હતું. 21 એપ્રીલ 1997માં ગુજરાલ દેશના 12માં પ્રધાનમંત્રી બન્યા હતા. પરંતુ 11 મહિના બાદ તેમણે પણ 19 માર્ચ 1998માં રાજીનામુ આપ્યું હતું. રાષ્ટ્રપતિએ તેમનું રાજીનામાનો સ્વિકારતો કર્યો પણ તેમને પદ પર રહેવા માટે કહ્યું હતું.
1998માં થયેલી ચૂંટણી બાદ અટલજી બીજીવાર દેશના પ્રધાનમંત્રી બન્યા હતા. પરંતુ તેઓ 13 મહિના સુધી સરકાર ચલાવી શક્યા હતા, ફરીથી ચૂંટણી થઇ અને અટલજી ત્રીજીવાર પ્રધાનમત્રી બન્યા હતા. આ વખતે તેમણે આશરે 5 વર્ષ સુધી સરકાર ચલાવી હતી.