આ યુવતીને કારણે જિંદગીભર કુંવારા રહ્યા પૂર્વ વડાપ્રધાન, 80 વર્ષ જૂની અટલની અધૂરી પ્રેમ કહાની
Atal Bihari Vajpayee Birth Anniversary: અટલ બિહારી વાજપેયી તેમના કોલેજકાળ દરમિયાન એક યુવતીના પ્રેમમાં હતા. રાજાશાહી પરિવાર સાથેના સંબંધને કારણે અટલજીના સંબંધોને સ્વીકાર્યો ન હતો.
Atal Bihari Vajpayee Birth Anniversary: 25 ડિસેમ્બરે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ ઉજવવામાં આવી છે. મહાન રાષ્ટ્રવાદી અને શક્તિશાળી વક્તા અટલ બિહારી વાજપેયીથી આખો દેશ વાકેફ હશે. તેઓ ભારતીય રાજનીતિના એવા નેતા રહા કે તેમના ભાષણને કારણે સંસદમાં બેઠેલા વિપક્ષો પણ તાળીઓ પાડવા મજબૂર બની જાતા હતા. અટલજી સાથે જોડાયેલી ઘણી કહાનીઓ તમે પણ સાંભળી જ હશે, પરંતુ શું તમે જાણો છો કે અટલજીએ લગ્ન કેમ ન કર્યા.
લગ્ન ન કરવા પાછળનું આ છે કારણ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેમના પરિવારના સભ્યો કહેતા હતા કે, અટલ બિહારી વાજપેયીને બાળપણથી જ દેશની સેવા કરવાનો વિશેષ જુસ્સો હતો, તેઓ સમગ્ર દેશને પોતાનો પરિવાર અને સમગ્ર દેશને પોતાનું ઘર માનતા હતા. તેમના લગ્ન વિશે કહેવાય છે કે, અટલજી દેશ સેવાના કામમાં એટલા વ્યસ્ત થઈ ગયા કે તેમને લગ્ન કરવાનો મોકો પણ ન મળ્યો. એક ઈન્ટરવ્યુમાં પણ તેમણે કહ્યું હતું કે, દેશ અને તેના કરોડો લોકોના પરિવારની જવાબદારીઓ નિભાવતી વખતે તે પોતાની ફરજોમાં એટલા ડૂબી ગયા હતા કે તેમને લગ્ન કરવાનો સમય જ મળ્યો નથી.
જો હીટરનો ઉપયોગ છો તો ભૂલથી પણ ન કરો આ પ્રકારના છેડછાડ, બની શકે છે બ્લાસ્ટનું કારણ
પ્રેમથી બચી શક્યા ન હતા
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અટલ બિહારી વાજપેયીએ લગ્ન નથી કર્યા, પરંતુ તેઓ પ્રેમથી બચી શક્યા નહીં. વર્ષ 1940માં ગ્વાલિયરની વિક્ટોરિયા કોલેજમાં અટલ બિહારી વાજપેયીની એક મહિલા મિત્ર હતી. તેનું નામ 'રાજકુમારી કૌલ' હતું. રાજકુમારી અને અટલજી સારા મિત્રો હતા. સમય જતાં તેમની મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ. વરિષ્ઠ પત્રકાર કુલદીપ નૈયરે પણ પોતાના પુસ્તકમાં આ વાતનો ઉલ્લેખ કર્યો છે.
આ ગામોના નામ છે વિચિત્ર અને હાસ્યાસ્પદ, બોલવામાં આવતી હશે શરમ અને લખવામાં પણ સંકોચ..
પ્રેમ વ્યક્ત કરી શક્યા ન હતા
તેમણે લખ્યું છે કે, અટલજીએ પોતાનો પ્રેમ વ્યક્ત કરવા માટે રાજકુમારીને પ્રેમ પત્ર લખ્યો હતો, પરંતુ રાજકુમારી કૌલે તેમના પત્રનો જવાબ આપ્યો ન હતો. જવાબની રાહ જોતા અટલજીએ લગ્ન ન કર્યા. બાદમાં અટલ બિહારી વાજપેયીએ રાજકારણમાં પ્રવેશ કર્યો અને રાજકુમારી કૌલના પિતાએ તેમના લગ્ન પ્રોફેસર બ્રિજ નારાયણ કૌલ સાથે કરાવ્યા.
Disclaimer: આ સામગ્રી ફક્ત સામાન્ય માહિતી પ્રદાન કરે છે. Zee 24 કલાક આ માહિતી માટે જવાબદારીનો દાવો કરતું નથી.