કોલકાતા : પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની તબિયત નાજુક છે. તેમને દિલ્હી એમ્સમાં લાઇફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા છે. એમ્સે છેલ્લા 9 અઠવાડીયાથી દાખલ પુર્વ વડાપ્રધાનની તબિયતમાં કોઇ જ સુધારો નથી થયો. વડાપ્રધાન મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બીજીવાર એમ્સમાં પહોંચ્યા. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ડોક્ટરે તેમને અટલીજીનાં સ્વાર્થ અંગે માહિતી આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા સમયમાં અટલ બિહારી વાજપેયીના સ્વાસ્થ મુદ્દે ત્રીજુ મેડિકલ બુલેટિન જાહેર કરવામાં આવી શકે છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અટલ બિહારી વાજપેયી જીવન સાથે જોડાયેલી ઘણી બાબતો સામાન્ય લોકો જાણે છે કે પરંતુ શું તમે તે જાણો છો કે તેમને ફુચકે એટલે કે પકોડી (પાણીપુરી) ખુબ જ પસંદ હતી. તે ઉપરાંત હિંદી સિનેમા સાથે પણ તેમને ખાસ લગાવ હતો. તેમને ઉમરાવ જાન ફિલ્મ ખુબ જ પસંદ હતી. કોલકાતાના બોરીવાલા પરિવારનાં દિગ્ગજ નેતાને યાદ કરતા કહ્યું કે, તેમને ફાઇવ સ્ટાર હોટલમાં રહેવાનું ક્યારે પણ પસંદ નહોતું. તેઓ જ્યારે પણ કોલકાતા આવતા ત્યારે સીઆર એવન્યૂમાં બોરીવાલા પરિવારનાં ઘરે જ રોકાતા હતા. તેમણે કહ્યું કે, 1957માં વાજપેયી કોલકાતા આવ્યા અને અમારી સાથે રહ્યા. 

તીખી પકોડીનાં શોખીન હતા વાજપેયી
પૂર્વ વડાપ્રધાન ઝડપથી સ્વસ્થ થવાની કામના સાથે તેમના મિત્ર ઘનશ્યામ બોરીવાલાએ જણાવ્યું કે, તેઓ માંસાહારી ભોજનના શોખીન હતા. તેમને ખાસ કરીને માછલી ખાવી ખુબ જ પસંદ હતી. તેમણે કહ્યું કે તે ઉપરાંત તેઓ તીખી પકોડી ખાવાનાં પણ શોખીન હતા. તેઓ પકોડીવાળાને ઉપરના રૂમમાં બોલાવતા હતા અને પકોડી ખાતા પહેલા તેમાં ઘણુ બધુ મરચુ નાખવાનું કહેતા હતા. 

કોલકાતામાં મિત્રોનાં ઘરે જ રોકાતા હતા વાજપેયી
પ્રખ્યાત બિઝનેસમેન ઘનશ્યામ બોરીવાલાએ જણાવ્યું કે, વાજપેયીને પહેલીવાર 1952માં આરએસએસની બેઠકમાં મળ્યા હતા. ત્યાર બાદ વાજપેયી 1956માં કોલકાતા આવ્યા અને હોટલમાં રોકાવાનાં બદલે તેમનાં ઘરે જ રોકાયા હતા. ઘનશ્યામ બોરીવાલાના પુત્ર કમલ બોરીવાલાએ કહ્યું કે, વાજપેયી સાદગી પસંદ વ્યક્તિ હતા. તેઓ અમારા ઘરના ઉપરનાં માળે રહેલા રૂમમાં રોકાવાનું પસંદ કરતા હતા. વાજપેયી પોતાની દોસ્તીને યાદ કરતા ઘનશ્યામ બોરીવાલાએ જણાવ્યું કે, સાંસદ હોવા છતા વાજપેયી અમારા ઘરની મહિલાઓ સાથે બેસીને વાતો કરતા હતા અને તેમની સમસ્યાઓ જાણવાનો પ્રયાસ કરતા હતા. 
    
ઉમરાવ જાન ફિલ્મ હતી પસંદ
પ્રતિભાએ કહ્યું કે, આટલા મોટા નેતાને મારા માટે ચા બનાવતા જોઇને હું દંગ રહી ગઇ હતી. પ્રતિભાએ કહ્યું કે, 1981માં જ્યારે ઉમરાવ જાન ફિલ્મ રીલીઝ થઇ હતી જ્યારે વાજપેયી કોલકાતામાં હતા. તેમણે એક રાતમાં જ આ ફિલ્મ ત્રણ વાર જોઇ હતી. એટલું જ નહી તેઓ પોતાની સાથે ફિલ્મની વીસીડી પણ દિલ્હી લઇ ગયા હતા. ત્યાર બાદ થોડા સમય બાદ તેઓ જ્યારે કોલકાતા પરત ફર્યા ત્યારે તેમણે તે વીસીડી પરત પણ કરી દીધી હતી. 

પરિવાર પાસે યાદો સ્વરૂપે ઘણી તસ્વીરો પડી છે.
બોરીવાલા પરિવારે અટલ બિહારી વાજપેયી સાથે જોડાયેલ તમામ યાદો તસ્વીર સ્વરૂપે સાચવી રાખી છે. જે રૂમમાં વાજપેયી રોકાયા હતા બોરીવાલા પરિવારે તેને પણ યથાવત્ત સાચવી રાખ્યો છે. પરિવારનાં લોકો અટલજીનાં સારા સ્વાસ્થયની કામના પણ કરી રહ્યા છે.