નવી દિલ્હી: અટલ બિહારી વાજપેયી સ્વાદિષ્ટ ભોજનના ખાવાના શોખીન હોવાથી એક વાર અધિકારીક ભોજન સમારોહમાં અટલજીને ગુલાબજાંબુથી દૂર રાખવા માટે તેમના સહિયોગીઓ દ્વારા બોલીવુડ સ્ટાર માધુરી દિક્ષિતને તૈનાત કરવી પડી હતી. અટજી અત્યારે આપણી વચ્ચે નથી પરંતુ તેમને ઓળખનારા લોકોના મનમાં એક શ્રેષ્ઠ રાજનેતા તરીકે તેઓ હંમેશા રહેશે. સ્વાદિષ્ઠ ભોજનનો અટલજીનો શોખએ તેમના સહિયાગીઓ તેમજ પત્રકારો માટે હંમેશા ચર્ચાનો વિષય રહ્યો છે. ખાસ કરીને મીઠાઇ અને સી-ફૂડ જેમાં ઝીંગા તેમને ભોજનમાં સૌથી વધારે પ્રિય હતા.
 
વરિષ્ઠ પત્રકાર રાશિદ કિદવઇ યાદ કરતા કહ્યું કે પ્રધાનમંત્રી હતા તે સમયે વાજપેયીએ એક અધિકારીક ભોજન સમારોહમાં ચરી પર હોવા છતા પણ ભોજન કાઉન્ટર પર પહોંચી ગયા હતા. ત્યાર બાદ તેમના સાથી સહિયોગીઓએ એક યોજના બનાવી હતી. તેમણે પ્રધાનમંત્રીને તરત જ ત્યાં હાજર માધુરી દિક્ષિત સાથે મુલાકાત કરાવી હતી. ફિલ્મી દુનિયાના શોખીન અટસજીએ લાંબા સમય સુધી માધુરી સાથે ફિલ્મો વિશે વાત કરી હતી. કિદવઇ કહે છે, કે તેમના સહિયોગીઓએ તરત જ તેમની લાઇનમાંથી મીઠાઇઓ હટાવી લીધી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'અટલ' સમાધી માટે 1.5 એકર જમીન ફાળવાઇ, મુખાગ્ની પહેલા થશે આ કાર્યક્રમ


વાજપેયીની સાથે કામ કરતા સરકારી કર્મચારીએ કહ્યું હતું કે, જ્યારે અટલજી કોઇ સ્થળ પર જતાં ત્યારે તેઓ ત્યાંના સ્થાનિક પકવાનનો સ્વાદ અચૂક માણતા હતા. ‘જેમાં કોલકાતાના પુચકા, હૈદરાબાદની બિરયાની અને હલીમ જ્યારે લખનઉમાં ગલાવટી કબાબ, અટલજી ખાસ કરીને ચાટ મસાલા જોડે પકોડા અને મસાલા ચા વધારે પસંદ કરતા હતા.’ તેમના સાથી મિત્રો યાદ કરે છે, કે તેઓ શોખથી ભોજન કરતા હતા.
 
અન્ય એક વરિષ્ઠ પત્રકારે જણાવ્યું હતું કે, ઘણી વાર તેમને અને તેમના સાથી પત્રકાર મિત્રોને ખુદ વાજપેયીના હાથે બનાવેલા પકવાન ખાવાનો લાહવો મળ્યો હતો. તેમણે યાદ કરતા કહ્યું કે અટલજી ઓછામાં ઓછુ એક વાનગી અમારા માટે અચૂક બનાવતા પછી એમાં મીઠાઇ હોય અથવા તો કોઇ માસાહારી ભોજન.


એક નજીકના સાથી એ કહ્યું કે મંત્રીમંડળની બેઠકમાં વાજપેયી નમકીન અને મગફળી ખાતા હતા, જ્યારે પણ તેમની પ્લેટ ખાલી થાય કે તરત જ ભરી દેવામાં આવતી હતી. જ્યારે બીજા એક નજીકના સાથીએ કહ્યું કે લાલજી ટંડન તેમના માટે લખનઉના ચોક વિસ્તારમાંથી કબાબ લાવતા હતા. જ્યારે કેન્દ્રીય મંત્રી વિજય ગોયલ તેમના માટે દિલ્હીથી આલુ ચાટ લઇને આવતા હતા