જ્યારે અટલ બિહારી વાજપેયીએ કહ્યું, રાજીવ ગાંધીના કારણે હું જીવતો છું
આ દેશમાં આઝાદી બાદ સૌથી લાંબા સમય સુધી રાજ કરનારા નેહરુ-ગાંધી પરિવાર સાથે તેમના સંબંધો સહજ રહ્યાં, જ્યારે વિચારધારાના સ્તર પર તેઓ કટ્ટર હરિફ હતાં. નેહરુ-ગાંધી પરિવારની ત્રણ પેઢીઓ સંલગ્ન કેટલાક કિસ્સાઓ પર નજર ફેરવીએ.
નવી દિલ્હી: ભારતીય રાજકારણના શિખર પુરુષ રહેલા અટલ બિહારી વાજપેયીએ એક વખત કહ્યું હતું કે તેઓ 1952થી ચૂંટણી લડી રહ્યાં છે પરંતુ ક્યારેય કોઈએ તેમના પર કિચડ ઉછાળ્યું નથી. તેઓ હકીકતમાં રાજકારણમાં માનવતાના મૂલ્યોના પક્ષધર હતાં. તેમની આ વાત તેના ઉપરથી સમજી શકાય કે આ દેશમાં આઝાદી બાદ સૌથી લાંબા સમય સુધી રાજ કરનારા નેહરુ-ગાંધી પરિવાર સાથે તેમના સંબંધો સહજ રહ્યાં, જ્યારે વિચારધારાના સ્તર પર તેઓ કટ્ટર હરિફ હતાં. નેહરુ-ગાંધી પરિવારની ત્રણ પેઢીઓ સંલગ્ન કેટલાક કિસ્સાઓ પર નજર ફેરવીએ.
જ્યારે રાજીવ ગાંધીનો આભાર વ્યક્ત કર્યો
1987માં અટલ બિહારી વાજપેયી કિડનીની સમસ્યાથી પીડાતા હતાં. તે સમયે તેમની સારવાર અમેરિકામાં જ શક્ય હતી. પરંતુ આર્થિક સાધનોની તંગીના કારણે તેઓ અમેરિકા જઈ શકતા નહતાં. આ દરમિયાન તત્કાલિન વડાપ્રધાન રાજીવ ગાંધીને ખબર નહીં પણ કેવી રીતે આ અંગેની જાણ થઈ ગઈ. તેમણે વાજપેયીને પોતાની ઓફિસ બોલાવ્યાં. ત્યારબાદ કહ્યું કે તેઓ
એ કહ્યું કે તેઓ તેમને સંયુક્ત રાષ્ટ્રમાં ન્યૂયોર્ક જનારા ભારતના પ્રતિનિધિમંડળમાં સામેલ કરી રહ્યાં છીએ. આ સાથે જ તેમણે એમ પણ કહ્યું કે આશા છે કે આ અવસરનો લાભ ઉઠાવીને તેઓ ત્યાં પોતાની સારવાર પણ કરાવી શકશે. આ ઘટનાનો ઉલ્લેખ મશહૂર પત્રકાર કરણ થાપરે હાલમાં જ પ્રકાશિત થયેલા પોતાના પુસ્તક 'ધ ડેવિલ્સ એડવોકેટ' માં કર્યો છે. થાપરે લખ્યું છે કે 1991માં રાજીવ ગાંધીની હત્યા બાદ અટલ બિહારી વાજપેયીએ તેમને યાદ કરતા આ ઘટનાને પહેલીવાર સાર્વજનિક રીતે જણાવી હતી. તેમણે કરણ થાપરને જણાવ્યું કે 'હું ન્યૂયોર્ક ગયો અને આ જ કારણથી આજે જીવતો છું'.
હકકતમાં ન્યૂયોર્કથી સારવાર કરાવીને તેઓ જ્યારે પાછા ફર્યા ત્યારે આ ઘટનાનો બંને નેતાઓમાંથી ક્યારેય ઉલ્લેખ કરાયો નહીં. કહેવાય છે કે આ સંદર્ભમાં તેમણે પોસ્ટકાર્ડ મોકલીને રાજીવ ગાંધી પ્રતિ આભાર વ્યક્ત કર્યો હતો. રાજીવ ગાંધીના મોત બાદ આ ઘટના અંગે જ્યારે ખુબ અટલ બિહારી વાજપેયીએ કરણ થાપરના પ્રોગ્રામ Eyewitnessમાં જણાવી હતી ત્યારે આખી દુનિયાને ખબર પડી હતી.
ઈન્દિરા ગાંધીને 'દુર્ગા' કહી?
કહેવાય છે કે 1971માં ભારત-પાકિસ્તાન યુદ્ધની પૃષ્ઠભૂમિમાં સંસદમાં અટલ બિહારી વાજપેયીએ પોતાના સંબોધનમાં ઈન્દિરા ગાંધીને દુર્ગા કહીને સંબોધિત કરી હતી. તેઓ તે સમયે જો કે વિપક્ષના નેતા હતા પરંતુ યુદ્ધમાં ભારતની ઉલ્લેખનીય સફળતા અને ઈન્દિરા ગાંધીની ભૂમિકાને લઈને તેમણે તેમને 'દુર્ગા' કહીને સંબોધિત કર્યા હતાં. તે યુદ્ધમાં બાંગ્લાદેશનો ઉદય થયો અને પાકિસ્તાનના 93,000 સૈનિકોને ભારતીય સેનાએ બંધક બનાવ્યાં હતાં. જો કે બાદના વર્ષોમાં આ ઉપર વિવાદ થયો કે શું વાજપેયીએ આવું કહ્યું હતું કે નહીં?
આ મુદ્દે વરિષ્ઠ પત્રકાર વિજય ત્રિવેદીના પુસ્તક 'હાર નહીં માનુંગા- એક અટલ જીવન ગાથા' માં વાતનો ઉલ્લેખ કર્યો છે. આ પુસ્તકમાં દાવો કરવામાં આવ્યો છે કે એક બેઠકમાં વાજપેયીએ કહ્યું હતું કે ઈન્દિરાએ પોતાના બાપ નહેરુ પાસેથી કશું શીખ્યુ નહીં. મને દુ:ખ છે કે મે તેમને દુર્ગા કહ્યાં.
જો કે આ ઘટનાના લગભગ દોઢ દાયકા બાદ જ્યારે વાજપેયી દેશના વડાપ્રધાન બન્યાં તો જાણીતી ટીવી પત્રકાર રજત શર્માને આપેલા એક ઈન્ટરવ્યુમાં તેમણે દુર્ગાવાળા કથનનો સ્પષ્ટ ઈન્કાર કર્યો. ઈન્ટરવ્યુમાં અટલ બિહારી વાજપેયીએ કહ્યું હતું કે મેં ઈન્દિરાને દુર્ગા નહતા કહ્યાં. પરંતુ કેટલાક અખબારોએ સાંભળેલી વાતોના આધારે આ અહેવાલ છાપી નાખ્યાં. મેં બીજા દિવસે તેનું ખંડન કર્યુ હતું, જેને તેમણે ખૂણામાં સમેટી દીધી.
નેહરુ સાથે સંબંધ
1957માં જ્યારે અટલ બિહારી વાજપેયી બલરામપુરથી પહેલીવાર લોકસભાના સભ્ય બનીને પહોંચ્યા ત્યારે સદનમાં તેમના ભાષણોએ તત્કાલીન વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુને ખુબ પ્રભાવિત કર્યા હતાં. વિદેશી મામલાઓમાં વાજપેયીની જબરદસ્ત પકડના પંડિત પણ કાયલ થયા હતાં. તે સમયે વાજપેયી લોકસભામાં સૌથી પાછળની બેઠકોમાં બેસતા હતાં પરંતુ તેમ છતાં પંડિત નેહરુ તેમના ભાષણોને ખુબ મહત્વ આપતા હતાં.
આ રાજનેતાઓના સંબંધો સંલગ્ન કેટલાક કિસ્સાઓને વરિષ્ઠ પત્રકાર કિંગશુક નાગે પોતાના પુસ્તક 'અટલ બિહારી વાજપેયી-એ મેન ફોર ઓલ સિઝન'માં ઉલ્લેખ કર્યો છે. તેમણે લખ્યું છે કે હકીકતમાં એકવાર જ્યારે બ્રિટિશ વડાપ્રધાન ભારતના પ્રવાસે આવ્યાં તો પંડિત નેહરુએ વાજપેયી સાથે તેમના વિશિષ્ટ અંદાજમાં પરિચય કરાવતા કહ્યું કે 'આમને મળો, આ વિપક્ષના ઉભરતા યુવા નેતા છે. મારી હંમેશા આલોચના કરે છે પરંતુ તેમનામાં હું ભવિષ્યની ખુબ સંભાવનાઓ જોઉ છું.'
આ જ રીતે એમ પણ કહેવાય છે કે એકવાર પંડિત નેહરુએ કોઈ વિદેશી અતિથિ સાથે અટલ બિહારી વાજપેયીનો પરિચય સંભવિત ભાવી વડાપ્રધાન તરીકે કરાવ્યો હતો. નાગે પોતાના પુસ્તકમાં 1977ની એક ઘટનાનો ઉલ્લેખ કર્યો છે. જેનાથી માલુમ પડે છે કે પંડિત નેહરુ પ્રતિ વાજપેયીના મનમાં કેટલો આદર હતો. તેમના જણાવ્યાં મુજબ 1977માં જ્યારે વાજપેયી વિદેશ મંત્રી બન્યાં તો ત્યારે કાર્યભાર સંભાળવા માટે સાઉથ બ્લોકની પોતાની ઓફિસ પહોંચ્યા ત્યારે ધ્યાનમાં આવ્યું કે ત્યાં લાગેલી પંડિત નેહરુની તસવીર ગાયબ છે. તેમણે તરત પોતાના સેક્રેટરીને આ અંગે પૂછપરછ કરી. જાણવા મળ્યું કે કેટલાક અધિકારીઓએ જાણી જોીને આ તસવીર હટાવી હતી. કદાચ એટલા માટે કારણ કે પંડિત નેહરુ વિરોધી પક્ષના નેતા હતાં. પરંતુ વાજપેયીએ આદેશ આપ્યો કે તે તસવીર ફરીથી ત્યાં લગાવી દેવામાં આવે.