નવી દિલ્હી: પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને સોમવારે એમ્સમાં 'નિયમિત પરીક્ષણ' માટે ભરતી કરાવવામાં આવ્યા છે. એમ્સના નિર્દેશક રણદીપ ગુલેરિયાની દેખરેખમાં અહીં તેમની સારવાર કરવામાં આવી રહી છે. એમ્સમાં ભરતી થયા બાદ પાંચ કલાક સુધી કોઇ નેતા તેમને મળવા ન પહોંચ્યા, પરંતુ સાંજે 6 વાગે રાહુલ ગાંધીના પહોંચ્યા બાદ અટલ બિહારી વાજપેયીને જોવા માટે એમ્સમાં તમામ નેતા આવવા લાગ્યા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૂત્રોના જણાવ્યા અનુસાર લોવર રેસ્પાઇરેટરી ટ્રેક્સ ઇંફેક્શન અને કિડની સંબંધી સમસ્યાઓ બ આદ અટલ બિહારી વાજપેયીને એમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. તે આઇસીયૂમાં છે. તેમનું ડાયલિસિસ ચાલી રહ્યું છે. અટલ બિહારી વાજપેયીને બપોરે એક વાગે લગભગ રૂટીન તપાસ માટે એમ્સમાં લાવવામાં આવ્યા હતા. ત્યારબાદ સૌથી પહેલાં લગભગ સાંજે 6 વાગે અટલ બિહારી વાજપેયીને જોવા માટે રાહુલ ગાંધી એમ્સ પહોંચ્યા હતા. રાહુલ ગાંધી બાદ પીએમ મોદી સહિતના મોટા નેતાઓનો એમ્સમાં જમાવડો લાગ્યો હતો.

પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની તબિયત લથડી, એમ્સમાં દાખલ કરાયા 



રાહુલ ગાંધીના પહોંચ્યાના થોડીવાર બાદ ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડા પહોંચ્યા હતા. ત્યારબાદ પીએમ મોદી એમ્સ પહોંચ્યા. તેમણે ડોક્ટરો પાસે અટલ બિહારી વાજપેયીના સ્વાસ્થ્ય વિશે જાણકારી પ્રાપ્ત કરી. 50 મિનિટ સુધી રોકાયા બાદ મોદી રાત્રે સાડા આઠ વાગે લગભગ એમ્સમાંથી બહાર નિકળ્યા હતા. મોદી બાદ ભાજપના વયોવૃદ્ધ નેતા લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશી પણ એમ્સ પહોંચ્યા. ત્યારબાદ ગૃહમંત્રી રાજનાથ સિંહ પણ એમ્સ પહોંચ્યા હતા.


સૂત્રોના જણાવ્યા અનુસાર અટલ બિહારી વાજપેયીનું યૂરિન યોગ્ય રીતે પાસ થતું નથી. યૂરિન જે ક્વોટિટીમાં પાસ થવું જોઇએ, એટલું થતું નથી. હવે આજે રાસવારે 9 વાગે મેડિકલ બુલેટિન જાહેર કરવામાં આવશે. આ પહેલાં ભાજપના એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે ડોક્ટરોની સલાહ મુજબ અટલ બિહારી વાજપેયીને એમ્સમાં રૂટિન ચેકઅપ માટે ભરતી કરાવવામાં આવ્યા છે. હોસ્પિટલના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વરિષ્ઠ નેતાની હાલત સ્થિર છે અને પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.