Atiq Ahmed News: ઉત્તર પ્રદેશમાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. યુપી એસટીએફએ ઝાંસી જિલ્લામાં અતિક અહેમદના પુત્ર અસદ અને તેના શૂટર મોહમ્મદ ગુલામનું એન્કાઉન્ટર કર્યું છે. બંને એન્કાઉન્ટરમાં માર્યા ગયા છે. પોલીસે જાણકારી આપી છે કે અસદ પુત્ર અતીક અહમદ અને ગુલામ પુત્ર મકસૂદન, બંને પ્રયાગરાજના ઉમેશ પાલ હત્યાકાંડમાં વોન્ટેડ હતા અને બંને પર પાંચ-પાંચ લાખ રૂપિયાનું ઈનામ હતું. ઝાંસીના ડીએસવી નવેન્દુ અને ડીએસપી વિમલના નેતૃત્વમાં યૂપીએસટીએફ ટીમની સાથે અથડામણમાં બંને માર્યા ગયા છે. બંનેની પાસેથી વિદેશી હથિયાર પણ મળ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ઝાંસીમાં યૂપી એસટીએફે મોટી કાર્યવાહી કરી છે. એસટીએફ તરફથી જણાવવામાં આવ્યું કે આ લોકોની ઘેરાબંધી થઈ તો અસદ અને ગુલાબ ફાયરિંગ કરવા લાગ્યા હતા. તેના પર જવાબી કાર્યવાહી થઈ, જેમાં બંને માર્યા ગયા છે. યૂપી એસટીએફના એડીજી અમિતાભભ યશે આ એનકાઉન્ટરની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે બંને પાસેથી વિદેશી હથિયાર મળ્યા છે. 



તેમણે કહ્યું કે આ લોકોની પાછળ અમારી ટીમ દોઢ મહિનાથી લાગી હતી અને આજે અમને મોટી સફળતા મળી છે. તેમણે કહ્યું કે થોડા દિવસ પહેલા પણ બંને 5 મિનિટના અંતરે પોલીસને ચકમો આપી ભાગી ગયા હતા.