Atishi Biography: દિલ્હીના શિક્ષણ મંત્રી આતિશી માર્લેના આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતાઓમાંથી એક છે. આતિશીએ સામાજિક કાર્યકર તરીકે જાહેર જીવનની શરૂઆત કરી હતી. બાદમાં તેમણે આમ આદમી પાર્ટીમાંથી પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. આતિશી (Atishi Marlena) હાલમાં દિલ્હીના કાલકાજી વિધાનસભા મતવિસ્તારમાંથી ધારાસભ્ય છે. તેણીએ દિલ્હી સરકારના શિક્ષણ વિભાગની સાથે PWD, સંસ્કૃતિ અને પર્યટન મંત્રી તરીકે સેવા આપી છે. આતિશીને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની નજીક માનવામાં આવે છે. હવે તે કેજરીવાલની જગ્યાએ દિલ્હીના નવા સીએમ (Delhi new CM) બનવા જઈ રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આતિશીનો (Atishi Marlena) જન્મ 8 જૂન 1981ના રોજ વિજય સિંહ, દિલ્હી યુનિવર્સિટીના પ્રોફેસર અને ત્રિપ્તા વાહીને પંજાબી  પરિવારમાં થયો હતો. માતા-પિતાએ તેમનું નામ 'માર્લેના' રાખ્યું હતું. આ નામ માર્ક્સ અને લેનિનનું સંયોજન છે. 2018માં રાષ્ટ્રીય ચૂંટણી પહેલાં તેણીએ "આતિશી" નો ઉપયોગ તેમના રોજિંદા ઉપયોગમાંથી કાઢીને તેના નામ તરીકે કરવાનું પસંદ કર્યું, કારણ કે તેઓ ઇચ્છતા હતા કે લોકો તેમને વંશને બદલે તેમના કામને આધારે ઓળખે...


દિલ્હીમાં ઉછેર થયો છે. સ્પ્રિંગડેલ્સ સ્કૂલ (પુસા રોડ), નવી દિલ્હીમાંથી હાઇસ્કૂલનો અભ્યાસ કર્યા બાદ આતિશીએ 2001માં દિલ્હીની સેન્ટ સ્ટીફન્સ કોલેજમાંથી ઇતિહાસમાં સ્નાતકની ડિગ્રી મેળવી છે.


જાન્યુઆરી 2013માં તે AAP માટે નીતિ ઘડવામાં સામેલ થઈ. તેઓ 2015માં મધ્ય પ્રદેશના ખંડવા જિલ્લામાં જળ સત્યાગ્રહ સાથે નજીકથી સંકળાયેલી હતી અને AAP નેતા અને કાર્યકર્તા આલોક અગ્રવાલને સમર્થન પૂરું પાડ્યું હતું, જેમણે ઐતિહાસિક વિરોધ દરમિયાન તેમજ કાનૂની લડાઈ દરમિયાન ઝુંબેશનું નેતૃત્વ કર્યું હતું. 2020ની ચૂંટણી પછી તેમને ગોવા એકમ માટે AAP ના પ્રભારી બનાવવામાં આવ્યા હતા.


2019 લોકસભા ચૂંટણી
આતિશીને (Atishi Marlena) 2019ની લોકસભા ચૂંટણી માટે પૂર્વ દિલ્હીના લોકસભા પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમણે પૂર્વ દિલ્હી લોકસભા મતવિસ્તારમાંથી AAP પક્ષના ઉમેદવાર તરીકે 2019ની લોકસભા ચૂંટણી લડી હતી. જેઓ ભાજપના ઉમેદવાર ગૌતમ ગંભીર સામે 4.77 લાખ મતોના માર્જીનથી હારી ગયા હતા.


2020 દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ઉતર્યા
દક્ષિણ દિલ્હીના કાલકાજી મતવિસ્તારમાંથી 2020ની દિલ્હી વિધાનસભાની ચૂંટણી લડી હતી. તેમણે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ધરમબીર સિંહને 11,422 મતોથી હરાવ્યા હતા. આજે તેઓ દિલ્હીના સીએમ બની રહ્યાં છે. 


આ કારણે જ આતિશીને દિલ્હીના મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા
નવા મુખ્યમંત્રીની યાદીમાં આતિશીનું નામ સૌથી આગળ હતું. તેની પાછળનું કારણ એ હતું કે અરવિંદ કેજરીવાલ લિકર પોલિસી કૌભાંડમાં જેલમાં ગયા પછી આતિશીએ દિલ્હીના એક ડઝન મંત્રાલયો પોતાના હાથમાં લીધા હતા. આતિશીએ એવા મંત્રાલયો રાખ્યા હતા જેના વિશે કેજરીવાલ સૌથી વધુ ચિંતિત હતા.


આતિશી કેજરીવાલને જેલમાં ઘણી વખત મળ્યા અને તેમનું માર્ગદર્શન લીધું. કેજરીવાલ (kejariwal) અને અન્ય મોટા નેતાઓની ગેરહાજરીમાં આતિશીએ જ દિલ્હીના લોકો સાથે વાતચીત કરી હતી. મીડિયાનો પણ સામનો કર્યો.


કેજરીવાલની નજરમાં આતિશીનું મહત્વ એ વાત પરથી પણ સ્પષ્ટ થાય છે કે તેમણે 15મી ઓગસ્ટે ધ્વજવંદન માટે આતિશીનું (Atishi Marlena)નામ આગળ કર્યું હતું. જોકે તે ધ્વજ લહેરાવી શકયા નહોતા.