Atique Ahmed Crime Kundli: આ વ્યક્તિથી થરથર કાંપતો હતો માફિયા અતિક, ધકેલ્યો હતો જેલના સળિયા પાછળ
Atique Ahmed Latest News: અતીક અહેમદ રાજકીય પાર્ટીઓના સંરક્ષણમાં આટલો મોટો માફિયા કેવી રીતે બની ગયો, તે અંગે રિટાયર્ડ આઈપીએસ લાલજી શુક્લા (Lalji Shukla) એ મોટો ખુલાસો કર્યો છે.
Atique Ahmed Murder Case: એક ટાંગાવાલાનો છોકરો અતીક અહેમદ યુપીનો માફિયા બાહુબલી કેવી રીતે બની ગયો તેના પર રિટાયર્ડ આઈપીએસ લાલજી શુકલાએ ઝી ન્યૂઝ સાથે વાત કરી. લાલજી શુક્લા એ વ્યક્તિ છે જેનાથી અતીક અહેમદ પણ ડરતો હતો. લાલજી શુક્લાએ 3 વાર અતીકની ધરપકડ કરી હતી. પહેલા તેઓ એસપી રૂરલ હતા. ત્યારબાદ પ્રયાગરાજના એસપી સિટી તરીકે તૈનાત હતા. લાલજી શુક્લાએ જણાવ્યું કે સૌથી પહેલા અતીક ચાંદબાબાની ગેંગનો ભાગ હતો. પરંતુ પોતાનું વર્ચસ્વ બનાવવા માટે તેણે ચાંદબાબાની હત્યા કરી નાખી. ત્યારબાદ રાજકારણમાં આવીને એક સફેદપોશ ગુંડો બની ગયો. ધીરે ધીરે રાજનીતિ સાથે જોડાયેલી મોટી મોટી પાર્ટીઓએ અતીક અહેમદને સંરક્ષણ આપવા માંડ્યું.
અતીકના ગેરકાયદેસર વસૂલીના ધંધા પર ચોટ
પહેલીવાર બજારમાં ગેરકાયદેસર રીતે વસૂલીના ધંધા પર લાલજી શુક્લાએ પ્રહાર કર્યો હતો. ત્યારબાદ આ મામલે અતીક અહેમદના પિતા ફિરોઝે લાલજી શુક્લા પર ખુબ દબાણ બનાવવાની કોશિશ કરી હતી. વકીલથી લઈને કોર્ટ કચેરી સુધી તેને મદદ મળી. પરંતુ તેમણે કાયદાના માધ્યમથી લડીને અતીકને જેલ મોકલવામાં કોઈ કસર બાકી ન રાખી.
અખાત્રીજ પહેલા સોના-ચાંદીના ભાવ તૂટ્યા, દાગીના ખરીદવાના હોવ તો ચેક કરો લેટેસ્ટ રેટ
મુકેશ અંબાણીને હંમેશા આ એક કામથી લાગે છે ડર, કારણ જાણીને આશ્ચર્યચકિત થશો
20 વર્ષની ઉંમરે કરોડોની કમાણી! કોરોના યુગમાં ડોર ટુ ડોર બિઝનેસ
મામૂલી પાર્કિંગ વિવાદ બાદ હત્યા
અત્રે જણાવવાનું કે અતીક અહેમદે 1996માં મામૂલી પાર્કિંગ વિવાદને લઈને હત્યા કરી હતી, ત્યારબાદ 2001માં તેની ધરપકડ થઈ હતી. ત્યારબાદ વર્ષ 2002માં લખનઉથી ધરપકડ કરીને લાવવામાં આવ્યો હતો. તેણે જયશ્રી કુશવાહાના પતિનું અપહરણ કર્યું હતું અને તેમની જમીન પર કબજો કરવાની કોશિશ કરીચ હતી.
ગાંધી પરિવારના નજીકના વ્યક્તિની જમીન પર નજર
અતીકે ગાંધી પરિવારના નીકટ વ્યક્તિની કિંમતી જમીન ઉપર પણ કબજો જમાવવાની કોશિશ કરી હતી. આ મામલે સોનિયા ગાંધીએ વચ્ચે પડવું પડ્યું. ત્યારે જઈને તે પાછળ હટ્યો. ગાઝિયાબાદમાં એક ફેક્ટરી ઉપર પણ તેણે કબજો ક ર્યો હતો જેનો કેસ અલાહાબાદ કોર્ટમાં ચાલ્યો હતો. આવા અનેક મામલા હતા. જેમાં રહીને પણ તેણે ધંધો ચલાવ્યો. એક અપરાધીનો અંત આવો જ થતો હોય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube