નવી દિલ્હી : ગલવાન ખીણમાં ભારત અને ચીન સૈનિકો વચ્ચે જે ઘર્ષણ થયું છે તેમાં સુત્રો અનુસાર ભારતનાં લગભગ 20 સૈનિકો શહીદ થઇ ગયા છે અને ચીનને પણ લગભગ એટલું જ નુકસાન થયું છે. ભારતનાં જે સૈનિકો શહીદ થયા છે તેમાં એક કર્નલ રેંકનાં અધિકારી અને 2 જવાન શહીદ થઇ ગયા છે. ચીનનાં પણ લગભગ એટલા જ સૈનિકો મરાયા છે. તેમાં ચીનનો એક કમાન્ડિંગ ઓફીસરનો પણ સમાવેશ થાય છે. સમાચાર એજન્સી ANI અનુસાર ચીન તરફથી 43 જવાનો ઘાયલ થયા છે. સુત્રોનું એવું પણ થયું છે કે, આ સંખ્યા વધી પણ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચીન સાથે ઘર્ષણ બાદ PM મોદીને મળવા પહોંચ્યા ગૃહમંત્રી અમિત શાહ, રાજનાથ સિંહ

બીજી તરફ ભારતે મંગળવારે કહ્યું કે, પૂર્વી લદ્દાખમાં ભારત અને ચીનની સેનાઓ વચ્ચે યથાસ્થિતીને એકતરફીરીતે બદલવાનાંચીની પક્ષનાં પ્રયાસનાં કારણે થયું. વિદેશ મંત્રાલયે કહ્યું કે, પૂર્વમાં ઉચ્ચ સ્તર પર જે સંમતી સધાઇ હતી, જો ચીની પક્ષે ગંભીરતાથી તેનું પાલન કરવામાં આવ્યું હોત તો બંન્ને પક્ષોની તરફ જે નુકસાન થયું તેનાથી બચી શકાયું હોત. વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તે કહ્યું કે, સીમા પ્રબંધન પર જવાબદારીનો દ્રષ્ટકોણ વ્યક્ત કરતા ભારતનું સ્પષ્ટ રીતે માનવું છે કે, અમારી તમામ ગતિવિધિઓ હંમેશા એલએસીનાં ભારતીય હિસ્સા તરફ થઇ છે. અમે ચીન તરફ એવી જ આશા વ્યક્ત કરે છે. 
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube