નવી દિલ્હી: આગામી 1 ઓક્ટોબરથી સૂર્યોદય સ્મોલ ફાઇનેંસ બેંક (Suryoday Small Finance Bank) પોતાની એટીએમ સેવાઓને બંધ કરવા જઇ રહ્યું છે. ત્યારબાદ આ બેંકનું ATM કાર્ડ યૂઝ કરનારને બેંકોના મશીનનો ઉપયોગ કરવો પડશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોટાભાગના ગ્રાહકો એટીએમનો ઉપયોગ કરી રહ્યા નથી
મીડિયા રિપોર્ટ્સ અનુસાર બેંકના એમડી (Suryoday Small Finance Bank) આર ભાસ્કર બાબૂએ ATM સેવા બંધ કરવા વિશે જાણકારી આપી છે. એમડીએ કહ્યું કે આંતરિક આંકલનમાં ખબર પડી કે હવે બેંકના મોટાભાગના ગ્રાહક એટીએમનો ઉપયોગ કરી રહ્યા નથી. તેથી બેંકનો ફાયદો વધી રહ્યો નથી. એટલા માટે નક્કી કરવામાં આવ્યું કે આ તમામ એટીએમને બંધ કરી દેવામાં આવે. 

100 રૂપિયામાં મળી રહ્યું છે સોનું! Tanishq અને Kalyan જ્વેલર્સ જેવી બ્રાંડ્સ પર ચાલી રહી છે ઓફર


બીજી બેંકોના એટીએમમાંથી નિકાળી શકશો પૈસા
બેંક મેનેજમેન્ટએ કહ્યું કે તે ગ્રાહકોને અન્ય બેંકોના એટીએમમાં પોતાના ડેબિટ કાર્ડના ઉપયોગનો વિકલ્પ મળશે. તેના માટે તેના ગ્રાહકો પાસેથી કોઇ એક્સટ્રા ચાર્જ વસૂલશે નહી. તે સૂર્યોદય બેંકના ડેબિટ કાર્ડ દ્વારા કોઇપણ એટીએમમાંથી પૈસા નિકાળી શકો છો. 


ઇન્ટરનેટ અને મોબાઇલ બેકિંગનો કરી શકશો ઉપયોગ
બેંક મેનેજમેન્ટએ કહ્યું કે કસ્ટમર ઇન્ટરનેટ બેકિંગ અને મોબાઇલ બેકિંગનો ઉપયોગ કરી શકો છો. તેના પર કોઇપણ પ્રકારનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો નથી. આ સાથે જ મિની સ્ટેટમેંટ બેલેન્સ ઇન્કવારી, પિન જનરેશન, ફંડ ટ્રાંસફર જેવા કામ પણ ઇન્ટરનેટ બેકિંગ અને મોબાઇલ બેકિંગ દ્વારા ઉપલબ્ધ થશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube