લખનઉ: ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) નું કાસગંજ (Kasganj) એકવાર ફરીથી ચર્ચાના ચગડોળે ચડ્યું છે. કાસગંજમાં હચમચાવી નાખનારી ઘટના સામે આવી છે. દારૂના માફિયા (Liquor mafia) ઓએ પોલીસ પર હુમલો કર્યો જેમાં એક પોલીસકર્મીનો જીવ ગયો જ્યારે ઈન્સ્પેક્ટર ઘાયલ થયો છે. દારૂનો ગેરકાયદેસર વેપાર બંધ કરાવવા ગયેલી પોલીસની ટીમ પર બુટલેગરોએ જીવલેણ હુમલો કર્યો. તેમણે એક સબઈન્સ્પેક્ટર અને કોન્સ્ટેબલને બંધક બનાવીને માર્યા. ઘટનાની સૂચના મળતા જ અનેક પોલીસ સ્ટેશનની ફોર્સ ઘટનાસ્થળે પહોંચી ગઈ. પોલીસ પહોંચી ત્યારે તેમને એક કોન્સ્ટેબલની  લાશ લોહીલુહાણ હાલતમાં જ્યારે અર્ધનગ્ન અવસ્થામાં સબ ઈન્સ્પેક્ટર મળી આવ્યા. ગંભીર રીતે ઘવાયેલા પોલીસકર્મીને અલીગઢ રેફર કરાયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાત જાણે એમ છે કે કાસગંજના સિઢપુરા વિસ્તારના ગામ નગરા ધીમરનો આ મામલો છે જ્યાં મોટા પાયે ગેરકાયદે દારૂનો વેપલો ચાલતો હોવાની સૂચના પોલીસને મળી હતી. ત્યારબાદ પોલીસ ટીમ મંગળવારે ગામમાં દરોડા પાડવા પહોંચી. પરંતુ બુટલેગરો( Liquor mafia ) ને આ જાણ પહેલેથી થઈ ગઈ હતી અને પરિણામ એ આવ્યું કે બદમાશોએ પોલીસને ઘેરી લીધી અને સબ ઈન્સ્પેક્ટર અશોક તથા કોન્સ્ટેબલ દેવેન્દ્રને બંધક બનાવી લીધા. ઘટના પાછળ મોતી નામનો બદમાશ હોવાનું જાણવા મળ્યું છે. છેલ્લે મળતી માહિતી મુજબ પોલીસે આ હત્યાકાંડને અંજામ આપનારા લોકોમાંથી એક આરોપીને એન્કાઉન્ટરમાં ઠાર કર્યો છે. જો કે મુખ્ય આરોપી મોતી હજુ પણ ફરાર છે. 


VIDEO: આતંકી હુમલાનો ભોગ બનેલા ગુજરાતીઓને મળીને ધ્રુસકેને ધ્રુસકે રડી પડ્યા હતા ગુલામ નબી આઝાદ


એક આરોપી ઠાર
મળતી માહિતી મુજબ નગલા ધીમર નજીક કાલી નદીના કિનારે આરોપીઓ અને પોલીસ વચ્ચે અથડામણ થઈ જેમાં એન્કાઉન્ટરમાં એક વ્યક્તિનું મોત થયું છે. માર્યા ગયેલા વ્યક્તિની ઓળખ મોતી ધીમરના ભાઈ એલકાર તરીકે થઈ છે. 


સીએમ યોગીએ કડક કાર્યવાહીના આદેશ આપ્યા
કાસગંજની ઘટના પર સીએમ યોગી (CM Yogi Adityanath) એ ઘટનામાં સામેલ તત્વો સામે કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે. તેમણે કહ્યું કે આરોપીઓ પર NSA હેઠળ કાર્યવાહી કરવામાં આવે. આ બાજુ શહીદ  પોલીસકર્મીના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા 50 લાખની આર્થિક સહાય અને આશ્રિતને સરકારી નોકરીના નિર્દેશ આપ્યા. 


Rajya Sabha માં PM મોદીના છલકાયા આંસુ, તો કોંગ્રેસ નેતા પણ રડી પડ્યા, જાણો શું કહ્યું? 


આ ઘટનાએ એકવાર ફરીથી બિકરૂ કાંડની યાદ અપાવી દીધી. કાનપુરના બિકરૂમાં ગેંગસ્ટર વિકાસ દુબેને પકડવા ગયેલી ટીમ પર આ રીતે હુમલો થયો હતો. જેમાં કેટલાક પોલીસકર્મી માર્યા ગયા હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube