કોલકત્તાઃ બંગાળ વિધાનસભા ચૂંટણી (Bengal Assembly Election) પહેલા હિંસાનો સિલસિલો યથાવત છે. શનિવારે મોડી સાંજે ઉત્તર 24 પરગના જિલ્લાના બાસંતી હાઈવે પર ભાજપના નેતા બાબૂ માસ્ટરની ગાડી રોકી તેમના પર બોમ્બ અને ગોળીથી હુમલો કરવામાં આવ્યો છે. ઘટનામાં ભાજપ નેતા સહિત તેમના ડ્રાઇવર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. લોહીલુહાણ સ્થિતિમાં બન્નેને કોલકત્તાની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્રત્યક્ષદર્શીઓ અનુસાર હુમલો કરનાર 10થી 12ની સંખ્યામાં હતા. જાણવા મળી રહ્યું છે કે ઉત્તર 24 પરગનાના મીનાખાં વિસ્તારમાં પ્રભાવશાળી નેતા બાબૂ માસ્ટર પાછલા વર્ષે સપ્ટેમ્બરમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC) છોડી ભાજપમાં સામેલ થયા હતા. તો ભાજપે આ ઘટના માટે તૃણમૂલ કોંગ્રેસને જવાબદાર ઠેરવી છે. 


પ્રાપ્ત માહિતી અનુસાર શનિવારે સાંજે ભાજપના નેતા બસીરહાટમાં પાર્ટીના સંગઠનની બેઠકમાં ભાગ લીધા બાદ કોલકત્તા પરત ફરી રહ્યા હતા. રસ્તામાં મીનાખા પોલીસ સ્ટેશન અંતર્ગત બાસંતી હાઈવે પર પર એક બ્રેકર પાસે જ્યારે તેમનું વાહન ધીમુ પડ્યું, ત્યાં પહેલાથી રહેલા હુમલાખોરોએ બોમ્બ અને ગોળીઓથી હુમલો કરી દીધો અને બધા ફરાર થઈ ગયા હતા. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube