નવી દિલ્હીઃ દેશની ગુપ્તચર એજન્સીઓ પાસેથી મળેલી એક્સક્લૂસિવ (Exclusive) અનુસાર આ વખતે 26 જાન્યુઆરી એટલે કે ગણતંત્ર દિવસના અવસર પર હુમલાની ઈનપુટ મળ્યા છે. મળતી માહિતી અનુસાર, ગણતંત્ર દિવસના દિવસે ગુસ્સામાં કેટલાક આતંકવાદીઓ સુરક્ષા દળોના ટ્રેક પર IED પ્લાન્ટ કરી શકે છે અથવા કોઈ અન્ય ષડયંત્ર હેઠળ આત્મઘાતી હુમલો કરી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આતંકવાદી મૂવમેન્ટ ટ્રેક
ઈન્ટેલિજન્સ એજન્સીએ એલર્ટ જાહેર કરતી વખતે સતર્ક કર્યા કે કાશ્મીરના પુંછ વિસ્તારમાં 18-19 જાન્યુઆરીની રાત્રે 3 શંકાસ્પદ જે આતકવાદી હોઇ શકે છે તે લોકોની હિલચાલ પર નજર રાખવામાં આવી છે. ત્યારબાદ સુરક્ષા દળોને સાવચેતી રાખવા માટે કહેવામાં આવ્યું છે.


જમ્મુ-કાશ્મીર એક્ટિવિટી
સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, 18-19 જાન્યુઆરીએ 3 શંકાસ્પદ લોકોની હિલચાલ ડિસ્ટ્રિક્ટ પૂચ વિસ્તારમાં ટ્રેક કરવામાં આવી છે. આ ત્રણેય શકમંદો આતંકવાદી પણ હોઈ શકે છે. ગુપ્તચર એજન્સીએ આશંકા વ્યક્ત કરી છે કે આ આતંકવાદીઓ સુરક્ષા દળોના ટ્રેક પર IED લગાવીને આતંકવાદી ષડયંત્રને અંજામ આપી શકે છે અથવા તેમના દ્વારા સુરક્ષા દળો પર ફિદાયીન હુમલા પણ કરી શકે છે.


દિલ્હી સુધી એલર્ટ
આ ઇનપુટ પર દરેકને વિશેષ સાવચેતી રાખવા અને વિસ્તૃત સુરક્ષા વ્યવસ્થા કરવા માટે કહેવામાં આવ્યું છે. તો બીજી તરફ એક પછી એક એલર્ટ મળ્યા બાદ, કાશ્મીરથી દિલ્હી સુધી કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. રાજધાની સહિત દેશભરમાં એજન્સીઓ સતત સક્રિય છે જેથી પરિંદા પણ 26 જાન્યુઆરીના દિવસે પરવાનગી વિના કોઇ એન્ટ્રી પણ કરી શકશે નહી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube