અમૃતસરઃ  Beating retreat ceremony: ગણતંત્ર દિવસ પર અટારી સરહદ પર રિટ્રીટ સેરેમની દરમિયાન મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યાં હતા. ભારતીય સરહદમાં ભારત માતા કી જય અને વંદે માતરમના નારા ગૂંજ્યા ગતા. ભારત-પાક સરહદ પર થનારી આ ખાસ રિટ્રીટ સેરેમનીને જોવા માટે દેશના ખુણે-ખુણાથી હજારોની સંખ્યામાં લોકો પહોંચ્યા છે. દેશભક્તિના ઉદ્ઘોષ વચ્ચે લોકો પોતાના હાથમાં તિરંગા ફરકાવતા હિન્દુસ્તાન જિંદાબાદ અને વંદે માતરમના નારા લગાવી રહ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દર્શકોના ઉત્સાહને જોતા જવાનોનો ઉત્સાહ પણ બમણો થઈ ગયો હતો. જવાનોએ પોતાના કમદતાલથી પાકિસ્તાની જવાનોને લલકાર્યા હતા. જવાનોએ રાષ્ટ્રીય ધ્વજને સન્માન સાથે ઉતાર્યો હતો. આ દરમિયાન જવાનોની પરેડ જોઈ લોકોએ ભારત માતાની જયના નારા બોલાવ્યા હતા. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...