નવી દિલ્હી : દિવાળીની તહેવાર સિઝનના છેલ્લા દિવસ ભાઇબીજની ઉજવણી ધામધૂમથી કરવામાં આવે છે. ગોવર્ધન પૂજાના બીજા દિવસે ભાઇબીજની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ કાર્તિક મહિનાના શુક્લ પક્ષની દ્વિતીયા તિથીના દિવસે ઉજવવામાં આવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ દિવસ બહેનો પોતાના ભાઈના માથા પર તિલક લગાવીને તેમની આરતી ઉતારે છે અને તેમના લાંબા જીવન તેમજ ઉજ્જવળ જીવનની કામના કરે છે. આ દિવસે ભાઇ પોતાની બહેનને ગિફ્ટ પણ આપે છે. 


આજે ભાઇબીજ : કઈ રાશિ માટે કેવો છે દિવસ? જાણવા કરો ક્લિક
શું છે વ્રતકથા
'યમ' અને 'યમી' ભાઇ બહેન હતાં. યમી એટલે યમુના નદી. યમી તો રોજ પોતાના ભાઇને પોતાને ત્યાં જમવા આવવા નોતરું આપે, પણ યમરાજને ઘડીનાયે ફુરસદ નહિ. કોઇનો ન્યાય તોળવો, કોઇને સજા કરવી વગેરે પ્રવૃતિમાંથી જ નવરા ન થાય, પછી બહેનને ત્યાં જમવા આવે કેવી રીતે? એવામાં ભાઇબીજનો પવિત્ર તહેવાર આવ્યો. એમાં વળી બહેનનો અત્યંત આગ્રહ એટલે યમ બહેનને ઘેર જમવા આવ્યા. બહેન તો ભાઇને પોતાને આંગણે જોઇ આનંદવિભોર બની ગઇ. બહેને પ્રેમપૂર્વક રસોઇ બનાવી અને બત્રીસ જાતનાં ભોજન ભાઇને આગ્રહપૂર્વક જમાડ્યાં.


ભોજન પછી બહેન યમીએ ભાઇ પાસે પાંચ વસ્તુઓ માગીઃ (૧) આજે બહેનને ત્યાં જે ભાઇ જમે તેનું મોત કમોતે ન થાય અને તેને યમરાજનાં તેડાં જ આવે. (૨) દર ભાઇબીજે મારે ત્યાં તમારે જમવા આવવું (૩) જે ભાઇ આજે યમુના સ્નાન કરે, તેની સદ્ગતિ થાય (૪) આ પવિત્ર દિવસે યમુના સ્નાન કરનાર ભાઇનું આયુષ્ય બધે અને બહેનનું સૌભાગ્ય અખંડ રહે (૫) આજે 'યમપૂજા' કરવાથી યમ પ્રસન્ન થાય
 
યમે તથાસ્તુ કહ્યું. ભાઇએ બહેનનાં ચરણે અતિ કીંમતી ભેટો ધરી, વ્રત કરી હસતે મુખે વિદાય લીધી. બહેન યમીએ તો નિઃસ્વાર્થ સેવાભાવે સંસારના સઘળાં ભાઇ-બહેનનું કલ્યાણ કરી દીધું. ભાઇ યમરાજ અને બહેન યમી સૌનું ભલું કરે. જો કોઇ કારણસર બહેનને ઘરે જમવાનું ન બની શકે તો કથા સ્મરણ કરવું.


ભાઇબીજનું શુભ મુહૂર્ત
શુભ મુહૂર્તનો પ્રારંભ - બપોરે 1:10 કલાકે
શુભ મુહૂર્ત સમાપ્ત - બપોરે 3:27 કલાકે