7 દિવસ પહેલા 26 હજારમાં સેકન્ડમાં ખરીદી હતી રીક્ષા, નવા નિયમમાં 47,500નો મેમો ફાટ્યો
![7 દિવસ પહેલા 26 હજારમાં સેકન્ડમાં ખરીદી હતી રીક્ષા, નવા નિયમમાં 47,500નો મેમો ફાટ્યો 7 દિવસ પહેલા 26 હજારમાં સેકન્ડમાં ખરીદી હતી રીક્ષા, નવા નિયમમાં 47,500નો મેમો ફાટ્યો](https://gujarati.cdn.zeenews.com/gujarati/sites/default/files/styles/zm_500x286/public/2019/09/04/231541-traffic-challan.jpg?itok=NNeCKm7y)
બુધવારે ઓડિશાના ભુવનેશ્વરમાં એક ગજબનો કિસ્સો જોવા મળ્યો, જેમાં રીક્ષા ચાલકને દસ્તાવેજ સાથે ન હોવા અને દારૂ પીને વાહન ચલાવવા બદલ ભાર-ભરખમ દંડનો મેમો મળ્યો
નવી દિલ્હીઃ સમગ્ર દેશમાં ટ્રાફિકના નવા નિયમ લાગુ થયા પછી ઠેર-ઠેર લોકોને મોટો દંડ ફટકારવામાં આવી રહ્યો હોવાના સમાચાર જાણવા મળ્યા છે. બુદવારે ઓડિશાના ભુવનેશ્વરમાં પણ આવો જ એક કિસ્સો જોવા મળ્યો છે. એક રીક્ષા ડ્રાઈવરને રૂ.47,500નો મેમો ટ્રાફિક પોલિસે પકડાવી દીધો છે.
ટ્રાફિક પોલીસે રીક્ષાવાળાને જરૂરી દસ્તાવેજ સાથે ન હોવા અને દારૂ પીને વાહન ચલાવવા માટેનો દંડ ફટકાર્યો છે. ખાસ વાત એ છે કે, આ વ્યક્તિએ 7 દિવસ પહેલા જ રૂ.26 હજારમાં સેકન્ડ હેન્ડ રીક્ષા ખરીદી હતી. હવે તેને ટ્રાફિક નિયમના ભંગ બદલ રૂ.47,500નો મેમો મળ્યો છે.
ભુવનેશ્વરના આચાર્ય વિહારમાં ટ્રાફિક પોલીસે આ રીક્ષા ચાલકને મેમો પકડાવ્યો છે. પોલીસે જ્યારે તેને પકડ્યો તેની પાસે ડ્રાઈવિંગ લાયસન્સ, વીમાના કાગળ, પોલ્યુશન સર્ટિફિકેટ પણ ન હતા. આ ઉપરાંત તે પરમિટ વગર રીક્ષા ચલાવી રહ્યો હતો અને તેણે દારૂ પણ પીધો હતો. રીક્ષા ચાલકનું નામ કંડુરી ખટુઆ છે, જે નાયગઢનો રહેવાસી છે.
[[{"fid":"231540","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
રીક્ષાચાલકને ફટકારવામાં આવેલો દંડ
- રૂ.5,000 : અનધિકૃત વ્યક્તિને વાહન ચલાવવા માટે આપવું.
- રૂ.5,000 : લાયસન્સ વગર વાહન ચલાવવું.
- રૂ.10,000 : દારૂ પીને વાહન ચલાવવું.
- રૂ. 5000 : નોંધણી અને એફસી વગર વાહનનો ઉપયોગ કરવો.
- રૂ.10,000 : પરમિશ શરતોનું ઉલ્લંઘન કરવું.
- રૂ. 2,000 : વીમા વગર વાહન ચલાવવું.
- રૂ.500 : સામાન્ય અપરાધ
- રૂ.47,500 : કુલ દંડની રકમ.
રીક્ષા ચાલકને ચંદ્રશેકરપુરના આરટીઓમાં દંડની રકમ ભરવા માટે જણાવાયું છે. આટલો મોટો મેમો મળ્યા પછી રીક્ષાચાલકે જણાવ્યું કે, "મેં હજુ 7 દિવસ પહેલા જ રૂ.26,000માં સેકન્ડ હેન્ડ રીક્ષા ખરીદી છે. મારી પાસે તમામ દસ્તાવેજ છે અને હું આરટીઓ એધિકારીને તમામ દસ્તાવેજ બતાવવા તૈયાર છું. વર્તમાનમાં મારી પાસે દસ્તાવેજ નથી."
ઉલ્લેખનીય છે કે, મંગળવારે દિલ્હીના ગુરુગ્રામમાં એક સ્કૂટીચાલકને પોલીસે આવી જ રીતે ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન બદલ રૂ.23,000નો દંડ ફટકાર્યો હતો, જ્યારે તેની જૂની સ્કૂટીની કિંમત માત્ર રૂ.15,000 થવા જાય છે.
જુઓ LIVE TV....