બાગપત: ઉત્તર પ્રદેશના બાગપતથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. વાત જાણે એમ છે કે એ ઓટો દોડી રહી હતી અને તેના પર પાણીથી ભરેલો ફુગ્ગો ફેંકવામાં આવતા જ પલટી ગઈ. ઓટોમાં અનેક લોકો સવાર હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાઈવે પર પલટી ગઈ ઓટો
મળતી માહિતી મુજબ આ ઘટના બાગપતમાં દિલ્હી-સહારનપુર હાઈવે પર ઘટી. હોળી  રમતી વખતે યુવકોએ પાણી ભરેલા ફુગ્ગા પૂરપાટ ઝડપે આવી રહેલી ઓટો પર ફેંક્યા જેનાથી ઓટો અનિયંત્રિત થઈને હાઈવે પર જ પલટી ગઈ. 


ઓટોમાં સવાર લોકોને થઈ ઈજા
કહેવાય છે કે ઓટોમાં સવાર લોકોને ઈજા થઈ છે. સારી વાત એ રહી કે ઘટના સમયે પાછળથી કોઈ મોટું વાહન આવતું નહતું નહીં તો મોટી દુર્ઘટના થઈ જાત. વીડિયોમાં જોઈ શકાય છે કે ફુગ્ગો માર્યાના તરત બાદ ઓટો ડ્રાઈવર કાબૂ ગુમાવી દે છે અને ઓટો પલટી જાય છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube