એક્સપાઈરી ડેટવાળી દવાથી બચજો, જાણો આવી દવા લેવાથી શું થઈ શકે છે?
આજના સમયમાં લોકોનો મુખ્ય આધાર હોય છે દવા. સ્વાસ્થ પ્રત્ય લોકો જાગૃત થતા દવાઓનું મહત્વ ખુબ જ વધી ગયું છે. પરંતુ આ દવાની અમુક સમય મર્યાદા હોય છે. જે બાદ આ દવા ઝેરનું કામ કરે છે.
નવી દિલ્હીઃ આજના યુગમાં મોટાભાગના લોકોની કમાણી દવાઓના ખર્ચમાં વપરાતી હોય છે. ત્યારે દવા ખરીદતી વખતે લોકો તેના પલ એક્સપાઈરી ડેટ જરૂર જોતા હોય છે. પરંતુ કેટલીક વખત અચાનક બીમાર પડવાથી ઘરમાં પડેલી દવા જ લોકો લેતા હોય છે. પરંતુ ત્યારે એક્સપાઈરી ડેટનું ધ્યાન રાખવું ખુબ જ જરૂરી છે.
એક્સપાઈરી ડેટનું મતબલ શું હોય છે?
દુનિયાની દરેક દવા બનાવતી કંપનીઓ દવાના પેકેટ પર એક્સપાઈરી ડેટ જરૂર લખે છે. જેનો મતલબલ થાય છે એક્સપાઈરી ડેટ નીકળી ગયા બાદ દવા લેશો તો તેની અસર અને આડઅસર માટે કંપની જવાબદાર નહીં રહે. પરંતુ એનો એવો મતલબ નથી કે એક્સપાઈરી ડેટ પૂરી થાય એટલે દવા ઝેર બની જાય છે. જો કે એક્સપાઈરી ડેટ પછી દવા બનાવનાર કંપની તે અંગે કોઈ જવાબદારી નથી લેતી.
આ પણ વાંચોઃ LIC Jeevan Anand માં દરરોજ કરો 45 રૂપિયાનું રોકાણ, મળશે 25 લાખ રૂપિયાનું રિટર્ન
એક્સપાઈરી ડેટવાળી દવા લેવાથી શું થાય છે?
બને ત્યાં સુધી એક્સપાઈરી ડેટવાળી દવા ક્યારે લેવી ના જોઈએ. એક્સપાઈરી ડેટવાળી દવા લેવાથી જોખમ ખુબ જ વધી જાય છે. તેમ છતા જો ભૂલથી પણ એક્સપાઈરી ડેટવાળી દવા લઈ લીધી હોય તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. સાથે ઘરમાં નાના બાળકોના હાથમાં એક્સપાઈરી ડેટવાળી દવા ના આવે તેની પણ કાળજી રાખવી જોઈએ.
દવા લેતા પહેલાં સલાહ લેવી જરૂરી
કેટલીક વખતે બીમારીમાં લોકો ખુદ જ ડોક્ટર બની જતા હોય છે. પોતાની રીતે જ નિર્ણય કરી દવાઓ લેતા હોય છે. પરંતુ આવું કરવું તમારા શરીર પર જોખમ વધી જાય છે. કોઈ પણ જાતની દવા લીધા બાદ તમને થોડું પણ અજુકતું લાગે તો ડોક્ટર પાસે પહોંચી જવું જોઈએ. સાથે ઘરમાં પડેલી જૂની એક્સપાઈરી ડેટવાળી દવાનો ઉપયોગ ટાળી તેને ફેંકી દેવી જ યોગ્ય રહેશે. આવું કરવાની તમને આર્થિક નુકસાન થશે પણ તમારા સ્વાસ્થ્ય પર ઊભું થનાર જોખમ પણ ટળી જશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube