કોણ બનશે લોકસભામાં ડેપ્યુટી સ્પીકર? વિપક્ષે અવધેશ પ્રસાદનું આપ્યું નામ
વિપક્ષી ઈન્ડિયા ગઠબંધને લોકસભા અધ્યક્ષની ચૂંટણીમાં કોંગ્રેસ નેતા કે સુરેશની ઉમેદવારી પર ટીએમસી તરફથી કરવામાં આવેલા નિવેદનને ધ્યાનમાં રાખી ડેપ્યુટી સ્પીકર પદની ઉમેદવારીને લઈને પહેલાથી સામાન્ય સહમતિનો આધાર બનાવી લીધો છે.
નવી દિલ્હીઃ લોકસભાના સ્પીકરની ચૂંટણી બાદ હવે ડેપ્યુટી સ્પીકર માટે વિપક્ષ રમી શકે છે મોટી ગેમ... ઈન્ડિયા ગઠબંધન તરફથી ડેપ્યુટી સ્પીકર પદ માટે ઉમેદવાર ઉતારવાની તૈયારીમાં છે.... તેમાં યૂપીના ફૈજાબાદના સાંસદ અવધેશ પ્રસાદનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે.... કેમ વિપક્ષ સમાજવાદી પાર્ટીના સાંસદ પર લગાવી શકે છે દાવ?... જોઈશું આ અહેવાલમાં.
કોણ બનશે લોકસભામાં ડેપ્યુટી સ્પીકર? આ સવાલ અત્યારે સૌથી વધારે ચર્ચામાં છે... કેમ કે પહેલાં લોકસભા સ્પીકરને લઈને શાસક અને વિપક્ષ વચ્ચે ઘમાસાણ જોવા મળ્યું હતું.... ત્યારે હવે ડેપ્યુટી સ્પીકરની પોસ્ટ માટે વિપક્ષે દાવેદારી તેજ કરી દીધી છે... ઈન્ડિયા બ્લોક આ પોસ્ટ માટે ફૈજાબાજથી સમાજવાદી પાર્ટીના સાંસદ અવધેશ પ્રસાદને ઉમેદવાર બનાવવાની યોજના બનાવી રહ્યું છે...
કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી અને ટીએમસીએ નક્કી કર્યુ છે કે 78 વર્ષના અવધેશ પ્રસાદને ડેપ્યુટી સ્પીકર પદના ઉમેદવાર બનાવવામાં આવશે.... કેમ અવધેશ પ્રસાદનું નામ નક્કી માનવામાં આવી રહ્યું છે...
તે દલિત સમુદાયમાંથી આવે છે....
અયોધ્યા જેવી મહત્વપૂર્ણ સીટ પરથી જીતીને સાંસદ બન્યા છે...
તેમના નામ પર ઈન્ડિયા બ્લોકમાં કોઈ વિવાદ નથી...
અવધેશ પ્રસાદ પહેલાં મિલ્કીપુર વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય હતા...
તેમણે રાજનીતિની શરૂઆત જનતા પાર્ટીથી કરી હતી...
1977માં પહેલીવાર ચૂંટણી જીતીને વિધાનસભા પહોંચ્યા હતા...
ત્યારબાદ 1985,1989, 1993, 1996, 2002, 2007 અને 2012માં સતત ચૂંટણી જીત્યા હતા.
બંધારણીય રીતે ફરજીયાત હોવા છતાં પણ 17મી લોકસભા ડેપ્યુટી સ્પીકર વિના ચલાવવામાં આવી હતી.... નિયમ પ્રમાણે આ પદ વિપક્ષને મળતું હોય છે... પરંતુ આ પદ ભાજપ વિપક્ષને આપવા માગતું નથી.
રક્ષા મંત્રી રાજનાથ સિંહે પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે ફોન પર વાત કરી છે. જેમાં સંસદમાં સ્પીકર અને ડેપ્યુટી સ્પીકર મુદ્દા પર ચર્ચા કરી.... આ ચર્ચામાં મમતા બેનર્જીએ ડેપ્યુટી સ્પીકર માટે અવધેશ પ્રસાદનો પ્રસ્તાવ મૂક્યો છે.
અયોધ્યા જે સંસદીય વિસ્તારમાં આવે છે તે ફૈજાબાદથી જીતીને અવધેશ પ્રસાદ સાંસદ તો બની ગયા... પરંતુ શું ડેપ્યુટી સ્પીકરના પદ માટે તેમને ભગવાન રામના આશીર્વાદ મળશે ખરા?.... આ એવો સવાલ છે જેનો જવાબ આગામી દિવસોમાં મળી જશે... પરંતુ ડેપ્યુટી સ્પીકરના પદ માટે શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે કાંટે કી ટક્કર જામશે તે નક્કી છે.