અયોધ્યા: અયોધ્યામાં (Ayodhya) એક ખૂબ જ દર્દનાક દુર્ઘટના સર્જાઈ છે. ગુપ્તાર ઘાટ (Guptar Ghat) પર સરયુમાં (Saryu) સ્નાન કરતી વખતે એક જ પરિવારના 12 લોકો ડૂબી ગયા. સ્થાનિક પોલીસ ડાઇવર્સ બચાવ કામગીરી કરી રહ્યા છે. આ પરિવાર આગરાનો (Agra) હોવાનું જણાવાઈ રહ્યું છે. આ આખો પરિવાર અયોધ્યા ધામની મુલાકાતે આવ્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ત્રણ લોકોને બચાવાય
મળતી માહિતી મુજબ આગરાથી એક જ પરિવારના 15 લોકો અયોધ્યા ધામની (Ayodhya) મુલાકાતે આવ્યા હતા. ગુપ્તાર ઘાટ (Guptar Ghat) પર અચાનક બધા સરયુમાં (Saryu) ડૂબી ગયા. ડૂબી ગયેલા લોકોમાં બાળકો અને મહિલાઓ પણ સામેલ છે. સ્થળ પર લોકોએ 3 લોકોને બચાવી લીધા હતા. બાકીના લોકો પ્રવાહને કારણે તણાઈ ગયા હતા. ત્યારબાદ બચાવ અને રેસ્ક્યૂ ઓપસેશન શરૂ થયું. આ દુર્ઘટના ત્યારે સર્જાઈ જ્યારે પરિવાર ગુપ્તાર ઘાટના અંતિમ છેડે સ્નાન કરી રહ્યો હતો. પગ લપસી જતા સરયૂની ઉંડાઈમાં 12 લોકો ઉતરી ગયા હતા.


આ પણ વાંચો:- દેશમાં સમાન નાગરિક સંહિતાની જરૂરીયાત, કેન્દ્ર સરકારે પગલાં ભરવા જોઈએ: દિલ્હી હાઇકોર્ટ


સીએમ યોગીએ આપ્યા સૂચના
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે  (Yogi Adityanath)અયોધ્યાના ગુપ્તાર ઘાટ પર 12 લોકોના ડૂબી ગયાની માહિતી પ્રાપ્ત થતાં જ વરિષ્ઠ અધિકારીઓને સ્થળ પર પહોંચી જલદીથી લોકોને બચાવવા સૂચના આપી છે. ગુપ્તાર ઘાટ પર એક વિશાળ પોલીસ મેળાવડો છે અને જરૂર પડે તો એનડીઆરએફની (NDRF) ટીમને પણ બોલાવી શકાય છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube