અયોધ્યાઃ અયોધ્યામાં રામલલ્લાની મૂર્તિ ગર્ભ ગૃહમાં સ્થાપિત કરવામાં આવી છે. 4 કલાક સુધી ચાલેલી પૂજા બાદ ભગવાન શ્રીરામની મૂર્તિ નૃત્ય મંડપમાં પહોંચી હતી. વિધિ-વિધાનથી રામલલ્લાની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે. 22 જાન્યુઆરીએ રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરાવવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવનિર્મિત રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પહેલા અયોધ્યા નગર જગમગી ઉઠી છે. ફ્લાયઓવર પરની સ્ટ્રીટલાઈટો ભગવાન રામ અને તેમના ધનુષ્ય અને તીર અને પરંપરાગત 'રામાનંદી તિલક' થીમ પર આધારિત ડિઝાઈન સાથેના સુશોભિત લેમ્પપોસ્ટને દર્શાવતી કલાકૃતિઓ ચારે તરફ આકર્ષણ ફેલાવી રહી છે.


આ પણ વાંચોઃ માત્ર નાળિયેર પાણી અને જમીન પર સૂવું.... આ નિયમોનું પાલન કરી રહ્યાં છે પીએમ મોદી


રામ મંદિરમાં 22 જાન્યુઆરીએ પ્રાણ-પ્રતિષ્ઠા સમારોહનું આયોજન કરવામાં આવશે, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અન્ય ગણમાન્ય હસ્તિઓ હાજર રહેશે. મહાસમારોહમાં માત્ર ચાર દિવસ બાકી છે અને અયોધ્યા તરફ જતા તમામ રસ્તાઓ ધાર્મિક ભાવનાઓના રંગમાં રંગાયા છે. 


લખનઉ-અયોધ્યા રાજમાર્ગ પર અનેક જગ્યાએ રામ મંદિરના વિશાળ પોસ્ટર લગાવવામાં આવ્યા છે. પોસ્ટરોમાં પ્રાણ-પ્રતિષ્ઠા સમારોહની તિથિની સાથે-સાથે 'શુભ ઘડી આઈ વિરાજે રઘુરાઈ' જેવા નારા છપાયેલા છે. પોસ્ટરથી અયોધ્યાના રસ્તાઓ પર ચમકી રહ્યાં છે. ભગવાન રામની તસવીરવાળા ભગવા ઝંડાની સાથે નવા મંદિરની તસવીરો પણ લાગેલી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube